ગાંધીનગર સચિવાલયની સુરક્ષા અંગે મોટો પ્રશ્ન લાગી ગયો છે. રવિવારે રાત્રે અચાનક દિપડો સચિવાલયમાં ઘુસી જતાં ભારે હો-હા મચી ગઈ છે. સચિવાલયના બેરીકેટની નીચેથી દિપડો અંદર ઘુસી ગયો હતો. સિક્યોરીટીને આની જાણ થતાં તમામના મોતીયા મરી ગયા હતા. રાતથી દિપડાને પકડવાની કોશીશ કરવામાં આવી રહી છે. પરંતુ બપોર સુધી દિપડો પકડાયો નથી. લોકોને અંદર જવા દેવામાં આવી રહ્યા નથી.
સિકોયોરીટીને સીસીટીવી ફૂટેજ જોઈને એવું લાગ્યું કે ગેટ નંબર સાતથી કુતરું અંદર ઘુસી રહ્યું છે. પરંતુ જ્યારે ઝૂમ કરી ફટેજ જોવામાં આવ્યા તો દિપડાને જોઈને બધા મોંમાં આંગળા નાંખી ગયા હતા. દિપડો ઘુસ્યો હોવાની ખબર વાયુવેગે પ્રસરી ગઈ હતી.
દિપડો ધીમી ચાલે ગેટ નીચેથી અંદર આવ્યો આવ્યો અને ગાયબ થઈ ગયો છે. દિપડો ક્યાં લપાયો છે તે કહેવું હાલ અધરું થઈ ગયું છે. સચિવાલયમાં દિપડાને પકડવા માટે ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના 100થી વધુ લોકો સચિવાલયમાં હાજર છે.
દિપડાને પકડવા માટે મોટું પાંજરુ મંગાવવામાં આવ્યું છે. હાલ કોઈને પણ અંદર જવા દેવામાં આવી રહ્યા નથી. દિપડાને પકડવા માટેનો ટારગેટ નક્કી કરવામાં આવ્યો છે. દિપડો ક્યાં છે તેની શોધખોળ કરવામાં આવી રહી છે. સચિવાલયના લોકોનું કહેવું છે કે આજુબાજુ જંગલ વિસ્તાર છે અને ભટકાઈ જઈ દિપડો સચિવાલયમાં આવી ગયો હોવો જોઈએ.
સવાર સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ ફોરેસ્ટ અધિકારીઓએ દાવો કર્યો છે કે દિપડો સચિવાલયમાંથી જતો રહ્યો છે અને હવે કર્મચારીઓને એન્ટ્રી આપવામાં આવી રહી છે.