રણવિર સિંહ અને દીપિકા પાદુકોણના લગનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેઓ ટૂંક સમયમાં જ લગ્નગ્રંથીમાં જોડાવા જઈ રહ્યા છે. દીપિકાના બેંગલુરુનાં ઘરમાં નંદી પૂજા કરવામાં આવી હતી. નંદી પૂજા પૂર્ણ કરીને દીપિકા મુંબઈ પાછી આવી ગઈ છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, દીપિકા પાદુકોણે પોતાના મંગળસૂત્રની ખરીદી કરી દીધી છે. એક સૂત્ર દ્વારા જાણવા મળ્યુ છે કે, દીપિકા પાદુકોણે ૨૦ લાખ રૂપિયાનું મંગળસૂત્ર ખરીદ્યુ છે.
પોતાના માટે મંગળસૂત્રની શોપિંગ કર્યા બાદ દીપિકાએ રણવીર સિંહ માટે એક ચેઈન પણ ખરીદી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, દીપિકાએ મંગળસૂત્ર અને ચેઈન ઉપરાંત લગભગ એક કરોડ રૂપિયાની જ્વેલરીની શોપિંગ કરી છે. દીપિકાની આ ખરીદી વિશે જ્વેલરી શોપને પહેલાથી જ જાણકારી આપી દેવામાં આવી હતી. દીપિકા પાદુકોણ આરામથી પોતાની જ્વેલરી પસંદ કરી શકે તે માટે જ્વેલરી શોપને લોકો માટે એક કલાક પહેલા જ બંધ કરી દેવાઈ હતી.