સુરતની 108 ની ટીમ ખરેખર પ્રશંસાને લાયક છે.. જન્મજાત હૃદયરોગથી પીડિત બે દિવસના બાળક અને પરિવાર માટે 108- એમ્બયુલન્સ આશીર્વાદરૂપ સાબિત થઇ હતી. હોસ્પિટલમાં દાખલ માસૂમના પરિવાર પાસે તેની સારવાર તો ઠીક પણ અમદાવાદ સુધી લઇ જવા ભાડાના પૈસા પણ નહોતા, ત્યારે સ્પેશ્યલ કેસમાં માસૂમની જિંદગી બચાવવા મંજૂરી મેળવી 108 એમ્બ્યુલન્સમાં તેને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
રાંદેરા વિસ્તારમાં આયાતબેન મેહમુદભાઇ પઠાણે 1 નવેમ્બરે ખાનગી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. તબીબી તપાસ દરમ્યાન બાળકને જન્મજાત હૃદયની તકલીફ જણાઇ હતી. ત્યારબાદ બાળકને મજૂરાગેટની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. માસૂમને ત્વરીત વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઇ જવાની જરૂર હતી, પરંતુ બાળકની આર્થિક સ્થિતિ નબળી હોય તેમની પાસે અમદાવાદ જવાના ભાડાના પૈસા પણ નહોતા પરંતુ 108ના પ્રોગ્રામ મેનેજર ફૈયાઝ પઠાણે જણાવ્યું કે આ વાત તેમના સુધી આવતા સ્પેશ્યલ કેસમાં મંજૂર લઇ બાળક માટે એમ્બ્યુલન્સમાં મહત્વપૂર્ણ વ્યવસ્થા કરી અમદાવાદ મોકલાયો હતો.
તબીબોએ જણાવ્યું બાળકની હાલત ખૂબ જ નાજુક છે. રસ્તામાં પણ મૃત્યુ પામી શકે છે. જેથી 108ના કર્મચારીઓ દ્વારા સૂઝબૂઝથી કામ લઈને વેન્ટિલેટર સહિત તમામ સુવિધાનો પુરી પાડી એક દિવસના બાળકને 108માં અમદાવાદ હેમખેમ પહોંચ્યો હતો.