રાજધાની દિલ્હી પછી હવે અમદાવાદ અને સુરતમાં પ્રદૂષણનુ પ્રમાણ વધી રહ્યુ છે. આ બંને શહેરમાં વધી રહેલ પ્રદૂષણની આડઅસર સામાન્ય લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનુ પ્રમાણ 333ને પણ પાર થઈ ગયું છે. અમદાવાદના વિસ્તારમાં સેટેલાઇટ, બોપલ, એરપોર્ટ અને ગિફ્ટસીટી અને લેકાવાડા સહીતના વિસ્તારોમાં પ્રદુષણ 300ને પાર જોવા મળ્યુ છે.
તો બીજી તરફ સુરત સીટીમાં ઇન્ડસ્ટ્રીને કારણે હવાના પ્રદુષણમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે તો બીજીતરફ વાહનોને કારણે પણ પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો ટુ વ્હીલર, ફોર વ્હીલર,ડમ્પર સહીત 41 લાખથી વધુ વાહનો દોડી રહ્યા છે. 41 લાખ પૈકી અનેક વાહનો અનેક એવા વાહનો 15 વર્ષથી જુના છે જે કાયદા પ્રમાણે ચલાવી શકાય તેમ નથી.
સુરતમાં પ્રદુષણનો પારો આ પ્રમાણે નોંધાયો હતો.
ઉધના. 167.53
ભાગલ. 130.42
પલસાણા. 147.48
પાંડેસરા 171.54
પાંડેસરા gidc. 184.55
ચલથાન સુગર. 173.50
સચિન gidc. 188.55
ગાર્ડન સિલ્ક મિલ. 184.53
દિલ્હી ગેટ 164.54