સુરતના નહીં પણ ગુજરાતના દરેક વ્યક્તિએ આ ઘટના જાણવા જેવી છે. આ ઘટના પરથી એ વાતની શીખ લેવી જોઈએ કે ક્યારેય પણ રસ્તા પર જતી એમબ્યુલન્સને રોકવી જોઈએ નહીં. તાત્કાલિક તેને સાઈડ આપશો.કારણકે આ એમ્બ્યુલન્સ કોઈકની જીંદગીની બચાવવા માટે ઝડપથી ચાલતી હોય છે.
108ના પિતાજી વિકાસ ગુપ્તા ખુશ છે. કારણકે તેને બે દિકરી બાદ દિકરાનો જન્મ થયો છે. જેનું નામ તેણે 108 રાખ્યું છે. આ કેવું કોઇ તેના બાળકનું નામ એમ્બ્યૂલન્સના નંબરની જેમ 108 રાખે? નવાઇ લાગે છે ને? પરંતુ જ્યારે વિકાસ તેની પત્ની કિરણ ગુપ્તા અને 108 નામના આ બાળક અને 108 એમ્બ્યૂલન્સની ઘટનાને સાંભળશો તો ખબર પડી જશે કે આખરે શા માટે આ બાળકનું નામ 108 રખાયું.
આ ઘટના છે સુરતની જ્યાં મોરા ટેકરાથી પ્રસુતિની પીડા સાથે વિકાસની પત્ની કિરણને 108 એમ્બ્યૂલન્સથી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઇ. 23 કિલોમીટરનું અંતર સમય ઓછો હતો. કુદરત પણ જાણે કઠણ બન્યો હોય તેમ 108 એમ્બ્યૂલન્સ ટ્રાફિકમાં ફસાઇ. ટ્રાફિકની અંદર 108 પાયલોટે નીચે ઉતરીને લોકોને રસ્તો ખાલી કરવા વિનંતી કરી. એક તરફ ટ્રાફિક હતો બીજી તરફ પ્રસુતાનું વધતુ દર્દ. હોસ્પિટલ માત્ર 400 મીટર દૂર હતી. પરંતુ ટ્રાફિકમાં ફસાયેલી એમ્બ્યૂલન્સ આગળ વધી શકે તેમ ન હતી. અંતે 108 એમ્બ્યૂલન્સના ઇએમટી સમીરે સૂઝબૂઝ વાપરીને રસ્તા પર જ 108 એમ્બ્યૂલન્સમાં બાળકનો જન્મ કરાવ્યો. આમ 108માં જન્મેલા આ બાળકનું નામ તેના પિતા વિકાસ ગુપ્તાએ 108 રાખવાનું જ નક્કી કર્યુ.