મોદી સરકારે પોતાનો ટાર્માગેટ પુરો કરવા માટે આ એક નવી યોજના શરૂ કરી છે. માર્ચ 2019 સુધીમાં દેશમાં 5000 જનઔષધી સ્ટોર ઓપન કરવાનો તેમણે ટાર્ગેટ રાખ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 4300 સ્ટોર ઓપન થઇ ચુક્યા છે. સરકારનો દાવો છે કે, આવનાર 5 મહિનામાં 700 નવા સ્ટોર ખોલવામાં આવશે. આના માટે તમે પણ એપ્લાય કરી શકો છો. જો તમે સરકારની શરતો પર યોગ્ય સાબિત થયા તો દર મહિને સરળતાથી 25 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો. જો કે સરકારનો દાવો છે કે આ સ્ટૉરની સેલ્સ ઝડપથી વધી રહી છે, એટલા માટે તમારી ઇનકમમાં વધારો થવાની પુરી સંભાવનાઓ છે.
સરકારે પહેલા જનઔષધી ખોલવા પર 2.5 લાખ રૂપિયાની સરકારી મદદ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ આ મદદ હજુ સુધી મળી નથી શકી. એવામાં સરકારે હવે એવું નક્કી કર્યું છે કે દવા વેચવા પર મળતા 20 ટકા કમિશનની સિવાય અલગથી 10 ટકા ઇન્સેટિવ આપવામાં આવશે. આના માટે હવે દેશભરમાં પીઓએસ મશીન વેચવામાં આવશે. તેના દ્વારા દર મહિને બેંક એકાઉન્ટમાં ઇન્સેટિવ મોકવામાં આવશે. સરકારની યોજના છે કે ઇન્સેન્ટિવ ત્યાં સુધી આપવામાં આવશે, જ્યાં સુધી 2.5 લાખ રૂપિયા પુરા ના થઇ જાય. દવાની દુકાન ખોલવા માટે પણ અંદાજિત 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, એવામાં આ સંપૂર્ણ ખર્ચ સરકાર જાતે જ ઉઠાવી રહી છે. આ ઇન્સેટિવ 10 હજાર રૂપિયા મહત્તમ મહિના પ્રમાણે મળશે.
જનઔષધી સેંટર ખોલવા માટે સરકારે 3 કેટેગરી બનાવી છે. પહેલી કેટેગરીમાં કોઇપણ વ્યક્તિ, બેરોજગાર ફાર્માસિસ્ટ, ડોક્ટર, રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર સ્ટોર ખોલી શકે છે. બીજી કેટેગરીમાં ટ્રસ્ટ, એનજીઓ, પ્રાઇવેટ હોસ્પિટલ, સોસાયટી અને સેલ્ફ હેલ્પ ગ્રુપને સ્ટોર ખોલવાનો મોકો મળે છે. ત્રીજી કેટેગરીમાં રાજ્ય સરકારો દ્વારા નોમિનેટ કરવામાં આવેલી એજન્સી હશે. દુકાન ખોલવા માટે 120 સ્ક્વેર ફૂટના એરિયામાં દુકાન હોવી જરૂરી છે.
સ્ટોર ઓપન કરવા માટે તમારી પાસે રિટેલ ડ્રગ સેલ કરવાનું લાયસંસ જનઔષધીના નામથી હોવું જોઇએ. એપ્લાય કરવા માટે આધાર કાર્ડ તથા પાન કાર્ડની જરૂરીઆત પડશે. જ્યારે, એનજીઓ, હોસ્પિટલ, ચેરિટેબલ સંસ્થાને એપ્લાય કરવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, પંજીયન પ્રમાણ પત્રની જરૂર પડશે. જે વ્યક્તિ અથવા એજન્સી ઓપન કરવા માંગે છે, તે https://janaushadhi.gov.in/ પર જઇ ફોર્મ ડાઉનલોડ કરી શકે છે. એપ્લીકેશનને બ્યૂરો ઓફ ફોર્મા પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ઓફ ઇન્ડિયા (BPPI)ના જનરલ મેનેજર (A&F)ના નામથી મોકવાનું રહેશે. બ્યૂરો ઓફ ફોર્મો પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ઓફ ઇન્ડિયાનું એડ્રેસ જનઔષધીની વેબસાઇટ પર વધી જાણકારી ઉપલબ્ધ છે.