મિસ્ટર ડિપેન્ડ્બલ તરીકે ફેમલ થનારા જેન્ટલમેન બેટ્સમેન રાહુલ દ્રવિડને ખાસ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાહુલ દ્રવિડને આઈસીસી હોલ ઓફ ફેમમાં શામેલ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં શામેલ થનાર તે પાંચમાં ભારતીય ખેલાડી છે.
ICC HALL OF FAME થી આ પહેલા બિસન સિંદ બેદી, કપિલ દેવ,સુનીલ ગવાસ્કર અને અનિલ કુંબલેને સન્માનિત કરવામાં આવ્યા છે. ગાવસ્કરે રાહુલ દ્રવિડને અભિનંદન આપતા કહ્યું હતું કે તેમણે ક્રિકેટની ખુબ સેવા કરી છે અને તેઓ આ ગૃપમાં શામેલ થવાના હકદાર છે. દ્રવિડને આ વર્ષે જુલાઈમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન રીકી પોન્ટિંગની સાથે આઈસીસી હોલ ઓફ ફેમમાં પણ શામેલ કરવામાં આવ્યા હતા.