કેશલેસ વ્યવહાર ,ઈ-પેમેન્ટ અને પ્લાસ્ટિક મની ની દિશામાં દેશ પહેલું કદમ માંડી રહીયો છે.છેલ્લા 32 દિવસ થી લોકોએ હાલાકી વેઠી ને પણ સરકાર ના નિર્ણય ને આવકારીયો છે. ત્યારે કેટલાક આવા તત્વો પણ છે જે આ પરિસ્થિતિ નો લાભ લેવા ટાંપી ને બેઠા છે. મોબઈલ ઉપર કોલ કરી એટીએમ કાર્ડ ફેલ થઇ નિષ્ક્રિય થઇ જવાની ચીમકી ઉચ્ચારી ને એટીએમ કાર્ડ ના નંબર જાણી લેવાની ની ચેસ્ટા રાખી ને છેતર પિંડી રચવામાં આવી રહી છે.કાળુંનાણું , બનાવટી ચલણી નોટો નો સમાંતર વ્યવહાર તેમજ આતંકવાદી સંગઠન પાસે રહેલા નાણાંથી દેશ ને થઇ રહેલ નુકસાન ને ડામવા માટે કેન્દ્ર સરકરે 8 મી નવેમ્બરે સરકારે 500 અને 1000 ની ચલણી નોટો ને વ્યવહાર માં થી એકાએક નીકાળવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો.પ્રથમ ત્તબ્બકે આખો દેશ સ્તબ્ધ રહી ગયો હતો પણ પછી અચ્છે દિન આયેંગે ની આશા માં હાલાકી ભોગવી ને પણ પ્રજા આ નિર્ણય નો સપોર્ટ કર્યો હતો.કાળુંનાણું ધરાવનાર તેમજ બનાવટી ચલણી નોટો નો સમાંતર કારોબાર ચલાવનારાઓ પર મોટો ફટકો પડ્યો છે.જયારે બીજી તરફ કેહવાતા અમીરો અને અને કરોડો અબજોના કાળાનાણાં ના કારોબાર ચલાવનારાઓ એ તેમની કરંસી નું શું કરિયું તે અંગે પણ દેશ ના લોકો માં રહસ્ય રહીયુ છે.જયારે બીજી તરફ લાખો આમ નાગરિકો છતે પૈસે પણ પૈસા વગર ના થઇ ગયા છે.પોતાના જ પૈસા પાછા મેળવવા માટે atm તેમજ બેંક ની લાંબી કતારો માં કલાકો ઉભા રહી ને હાલાકી ભોગવી રહિયા છે.એક દ્રષ્ટિ એ દેશ ના આર્થિક વ્યવહારના ક્ષેત્રે દેશ માં અફરા તફરી નો માહોલ છે.એક મહિનો પૂરો થવા આવ્યો પણ હજુ સામાન્ય માણસ ને કળ વળી નથી.આ પરિસ્થિતિ માં ગુનાહિત માનસિકતા ધરાવતા અને અર્થીક ક્ષેત્રે કોન મેન કેહવાતા તત્વો વધુ સક્રિય બની તે ભારત દેશ માં સ્વાભાવિક છે.શીક્ષીણ નો અભાવ પુરતી જાણકારી અને માર્ગદર્શન વિનાના આમ નાગરિક ની મજબૂરી નો ફાયદો ઉઠાવવા લેભાગુ તત્વો દ્વારા કેશ લેશ કરી atm કાર્ડ બધ થઇ ગયું હોવાની ચીમકી આપી છેતરપીંડી ની એક વધુ નવી દિશા ખુલી ગઈ છે.
સામાન્ય નાગરિકના ફોન ઉપર આવા તત્વો ફોન કરી ને atm કાર્ડ નિષ્ક્રિય થઇ જશે નું જણાવવા માં આવે છે.માંડ માંડ atm ની લાઈન માં ઉભા રહી ને રૂ.૨૦૦૦ દૈનિક મેળવનાર સામાન્ય નાગરિક ફફડી ઉઠે છે.અને ફોન કરનાર ને માંગેલી માહિતી અનુસાર atm કાર્ડ ના નમ્બર જણાવી દે છે. તેને એમ લાગે છે ક આમ કરવાથી atm કાર્ડ નિષ્ક્રિય નહિ બને પણ સહુથી મોટી atm કાર્ડ ધારક આ જ કરે છે.જે માહિતી કોઈ ને નહિ આપવાની તે માહિતી તે કોણ મન ને આપી દે છે.સ્વાભાવિક પણે અની ગંભીર અસરો અને પરિણામોથી તે વાકેફ નથી.કોન મેન મેળવેલા કાર્ડ નો ઉપયોગ કરી નેશનલ તેમજ ઇનટરનેશનલ લેવલે રૂપિયા ઉપાડી શકે છે.તેમજ એર ટીકીટ,ફઈવ સ્ટાર હોટેલ નું પેમેન્ટ સહીત ની ચુકવણી છેતરાયેલા નાગરિકના કાર્ડ માંથી કરે છે.દેશ્કે ની કેન્દ્ર સરકારનો નોટબંધી નો નિર્ણય વખણાયો છે ઈ-પેમેન્ટ,કેશલેસ વ્યવહાર તેમજ પ્લાસ્ટીક મની ને સ્વીકારવા પણ દેશ નો નાગરિક તૈયાર છે પરંતુ દેશ નો ઘણો મોટો વર્ગ હજુ શીક્ષીત નથી જેને કારણે સરકાર નો આ નિર્ણય આવનાર સમય માં આમ નાગરિક માટે આર્થીક રીતે જોખમી નીવડે તો નવાઈનહિ.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.