કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક ડો.રાજીવ મોદીએ ગુજરાત જ નહી પણ દેશના સૌથી મોંધા ડિવોર્સ આપ્યા છે. પત્ની મોનિકા મોદી સાથેના કલહ બાદ તેમની વચ્ચે સમજૂતી થઈ છે. જેના અનુસંધાને બતાવવામાં આવી રહ્યું છે કે રાજીવ પત્ની મોનિકાને 200 કરોડ રૂપિયા ચૂકવશે. કોર્ટે ડિવોર્સને આજે ગ્રાહ્ય રાખ્યા છે. અમદાવાદની ફેમિલી કોર્ટમાં આ પ્રમાણે ડિવોર્સની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. 200 કરોડમાં સંપત્તિ અને કેટલીક રકમ રોકડ આપવાની રહેશે.
પત્ની મોનિકાને રાજીવ પર અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા છે. કેડિલા ફાર્માના માલિક હોવાના નાતે રાજીવ મોદી અને પત્ની મોનિકા વચ્ચે પાછલા લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. મોનિકાને આશંકા હતી કે રાજીવનો અફેર ચાલી રહ્યો છે. આને લઈને બન્ને વચ્ચે અવાર-નવાર ઝઘડા પણ થયા હતા. મોનિકાનો આરોપ મૂક્યો કે રાજીવે તેનું ગળું દબાવવાનો પર પ્રયાસ કર્યો હતો.
તે સમયે મોનિકાએ પિયરપક્ષના લોકો અને સગા-સંબંધીઓને પણ બોલાવી લીધા હતા. આ ઉપરાંત પોલીસને પણ ફોન કરી દીધો હતો. ત્યાર બાદ બન્નેના વકીલોએ ચાર પાનાનો સમાધાનપત્ર તૈયાર કર્યો હતો. સમધાનના આધારે રાજીવે પોતાની સંપત્તિમાંથી મોનિકાને 200 કરોડ રૂપિયા ચૂકવવાના રહેશે. જો 200 કરોડની ચૂકવણી નહીં કરાય તો રાજીવ મોદી વિરુદ્વ કેસ કરવામાં આવશે.
26 વર્ષ સાથે રહ્યા બાદ મુંબઈના ગરવારે ફેમિલીમાંથી આવતી મોનિકા અને રાજીવે અમદાવાદની ફેમિલી કોર્ટમાં ડિવોર્સ પીટીશન દાખલ કરી હતી. ડિવોર્સ બાદ તેમનો 17 વર્ષનો પુત્ર પિતા રાજીવ સાથે રહેશે.
કોર્ટે કુલીંગ પિરીયડના સમયગાળાને બાકાત રાખ્યો છે અને સ્પેશિયલ મેરેજ એક્ટની કલ 28 હેઠળ છૂટાછેડાને મંજુરી આપી દીધી છે. બન્ને વચ્ચે થયેલી એમઓયુ પ્રમાણે મોનિકાને 200 કરોડની સંપત્તિના કાગળો-રોકડ રકમ વગેરે સોંપી દેવામાં આવ્યા હોવાનું રાજીવ મોદીના લીગલ એડવાઈઝર સુધીર નાણાવટીએ જણાવ્યું હતું. ફેમિલી કોર્ટના પ્રિન્સીપલ જજ એમ.જે.પરીખે ડિવોર્સને મંજુરી આપી હતી.