માલેગાંવ બ્લાસ્ટ મામલે સાત આરોપીઓ પર આતંકી ષડયંત્ર રચવાના આરોપ નક્કી કરવામાં આવ્યા છે. NIA કોર્ટે આરોપીઓને હત્યા અને અન્ય ગુનાની તહોમત પણ નક્કી કરી છે. યુએપીએ અને આઈપીસીની કલમો હેઠળ તમામ પર હવે કેસ ચાલશે. આ પહેલા મુબંઈ હાઈકોર્ટે સોમવારે પુરોહિત અને પ્રજ્ઞા ઠાકુર દ્વારા આરોપ ઘડવાની પ્રક્રિયા પર સ્ટે આપવાની અરજીને ફગાવી દેવામાં આવી હતી. આજે તમામ પર આરોપ ફાઈનલ કરવામાં આવ્યા છે.
સાત આરોપીઓ વિરુદ્વ યુએપીએની કલમ 18 અને 16, તથા આઈપીસીની કલમ 120-બી, 302,307, 324,326,427,153-એ અને વિસ્ફોક કાયદાની કલમ 3,4,5,6 હેઠળ આરોપપત્ર ફાઈનલ કરવામાં આવ્યું છે.
સેશન જજ વીએસ પડલકરે કહ્યું કે તમામ આરોપીએ પર અભિનવ ભારત સંસ્થા બનાવવી અને 2008માં માલેગાંવમાં બ્લાસ્ટ કરવાના આરોપ ફાઈનલ થાય છે. બ્લાસ્ટમાં 6 લોકો માર્યા ગયા હતા. જે સાત આરોપીઓ સામે તહોમતનામું ઘડાયું છે તેમાં સાધ્વી પ્રજ્ઞાસિંગ ઠાકુર, રમેશ ઉપાધ્યાય, સમીર કુલકર્ણી, કર્નલ પુરોહિત, સુધાકર દ્વિવેદી, સુધાકર ચતુર્વેદી અને અજય રાહિકરનો સમાવેશ થાય છે.
આરોપી કર્નલ પુરોહિતે NIAના ફેંસલાને પડકાર્યો હતો. સાધ્વી અને કર્નલ સહિત સાતેય આરોપીઓને 2017માં મુંબઈ હાઈકોર્ટે જામીન આપ્યા હતા. 29મી સપ્ટેમ્બર 2008માં માલેગાંવમાં ખતરનાક બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં સાત લોકો નિર્દોષ લોકોના જાન ગયા હતા અને 100 કરતાં પણ વધુ લોકોને ઈજા પહોંચી હતી. બોમ્બ વિસ્ફોટ પાછળ કટ્ટરપંથી સંગઠનોનો હાથ હોવાના આરોપ લાગ્યા હતા. તપાસમાં સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિતના નામો ખુલ્યા હતા