અમદાવાદમાં રેસ્ટોરન્ટ અને રિયલ એસ્ટેટનો બિઝનેસ ધરાવતા સંકલ્પ ગૃપ સહિત અન્ય એકમો પર ઈન્કમ ટેક્સે દરોડા પાડ્યા છે. ગુજરાતના પ્રખ્યાત અને નામાંકિત મોટી ફુડ ચેઈન ધરાવતા સંકલ્પ ગૃપના 17 સ્થળોએ આઈ ટી વિભાગે રેડ પાડી છે.
સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે 10 જેટલા સ્થળોએ રેડની કાર્યવાહી શરૂ છે, જ્યારે અન્ય 7 સ્થળોએ સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે. નાણાકીય ગરબડ થવાની શંકામાં આઈ ટી વિભાગના 50 જેટલા અધિકારીઓએ સામુહીક રેડની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ કંપનીની ઓફિસ ,રહેઠાણ અને ધંધાના સ્થળે પણ રેડ પડવાની આશંકા છે