2019 ની ચૂંટણી આવે તે પહેલા અયોધ્યાના કેસમાં કોઈ ચૂકાદો આવે એવી આશા હવે રહી નથી. દશકાઓથી ચાલતા આ કેસમાં બોલિવુડના સીનની જેમ તારીખ પે તારીખ ભજવાય છે. સોમવારે થયેલી સુનાવણીમાં સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે આ જગ્યા કોની માલિકીની છે તે અંગેનો વિવાદ આગામી જાન્યુઆરી મહિનાના પહેલા સપ્તાહમાં નક્કી થશે અને ત્યારબાદ સુનાવણી કરવામાં આવશે.
સોમવારે ઉત્તરપ્રદેશ સરકારના વકીલ સાથે કેટલાક વકીલોના ટોળાએ સુપ્રિમ કોર્ટમાં સમગ્ર કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પણ કેસની સુનાવણીમાં તેમણે તારીખ આગળ લંબાવી દેતા કહ્યું કે સુપ્રિમ કોર્ટ આ સંવેદનશીલ કેસમાં જરા પણ ઉતાવળ કરશે નહીં. જો કે આ મામલે વકીલોએ કોર્ટને ચોક્ક્સ તારીખ નક્કી કરવા કહ્યું હતું પણ જજની બેંચે તેના માટે તારીખ આગળ લંબાવી દીધી હતી.