હરિયાણાના બોક્સર દિનેશ કુમારે બોક્સિંગ ક્ષેત્રે ઘણા એવોર્ડ જીતીને દેશનું નામ રોશનકર્યું છે. વિજેન્દ્ર સિંહ અને સુશીલ કુમાર જેવા બોક્સર્સે ભારતને એક ઉંચાઈએ પહોંચાડ્યું અને તેમને ખુબ નામના મેળવી, પણ ભારતના આ બોક્સર દિનેશ કુમારે 17 ગોલ્ડ મેડલ જીત્યા પછી પણ તેઓ ભિવનીમાં પોતાનું ગુજરાન ચલાવવા અને લીધેલી લોન પુરી કરવા માટે રસ્તા પર આઈસ્ક્રીમ વહેચવા મજબુર છે.
સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે દિનેશ કુમાર લારીમાં કુલ્ફી વેંચે છે . 2014 માં થયેલા એક અકસ્માતે તેનું સપનું વેર વિખેર કરી નાખ્યું. દિનેશ કુમારની કારનું એક ટ્રક સાથે એક્સિડન્ટ થયુંતે વિદેશમાં બોક્સિંગાં 17 ગોલ્ડ મેડલ , બ્રોન્ઝ મેડલ જીતી ચૂંક્યો છે, પણ આજે તે કંઈ જ નથી.
દિનેશ કુમારે જણાવ્યું હતું કે ‘મને એવી કોઈ આશા નથી કે સરકાર મને સહાય કરશે. મારો આકસ્માત થયા બાદ કોઈ પણ રાજકીય પક્ષે મને મદદ કરી નથી. હું સરકારને કહેવા માંગું છું કે હું આજે પણ સારો ખેલાડી છું, પણ મારી સ્કીલનો વેડફાટ થઈ રહ્યો છે. હાલ હું કુલ્ફી વેંચીને મારા પરિવારનું ગુડરાન ચલાવી રહ્યો છું’.