વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું તેઓ લોકાર્પણ કરશે. વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાની આ વિશેષતા છે પ્રતિમાના 153 મીટર અંતરે જાળી લગાવીને વ્યૂંઈગ ગેલેરી બનાવવામાં આવી છે. જે તેનું મુખ્ય આકર્ષણ છે.અહીં પોહંચવા માટે હાઈ સ્પિડ લિફ્ટ ગોઠવવામાં આવી છે. આ લિફ્ટની સ્પિડ પ્રતિ સેકન્ડ 4.5 મીટર છે. આટલું જ નહીં તેની ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમ સહિતના નજારા જોઈ શકાય છે.
નર્મદા નદીના કિનારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેને તૈયાર કરવા માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લિફ્ટની સ્પિડ 4.5 મિટર પ્રતિ સેકન્ડ હોવાથી ગેલરી સુધી પહોંચવા માટે ફક્ત 30 સેકન્ડ જ લાગે છે.અહીંથી વિધ્યાંચલ અને સાતપુડાની ટેકરીઓ જોઈ શકાય છે.
31 મીએ સરદાર પટેલના સ્ટેચ્યુને લોકોને નિહાળવા માટે ખુલ્લો મુકવામાં આવશે. હાલ લોકાર્પણની જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી છે.