ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝને મુંબઈના બ્રેબ્રોન સ્ટેડિયમાં રમાયેલી ચોથી વન-ડેમાં 224 રનથી હરાવીને પાંચ મેચની વન ડે શ્રેણીમાં 2-1 થી વિજય મેળવ્યો છે. આ મેચમાં વિજય સાથે ભારતે નક્કી કરી લીધું હતું કે ભારતીય ટીમ આ વન-ડે શ્રેણી જીતવા માટે મક્કમ છે, હવે હાર-જીતનો નિર્ણય તિરુવનંતપુરમાં રમનારી પાંચમી અે છેલ્લી વન-ડેમાં થશે.
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પાંચ મેચોની વન-ડે શ્રેણી 1-1 ની બરાબરીએ હતી અને એક મેચ ટાઈ પડી છહતી. ચોથી વન-ડે આજે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. જેમાં વેસ્ટ ઈન્ડિઝ 153 રને ઓલઆઉટ થઈ ગયું હતું, જ્યારે ભારતે 377 રન કરી વિજયી બન્યું હતુ.
આ મેચમાં રોહીત શર્માએ 137 બોલમાં 20 ચોગ્ગા અને 4 સિક્સ મારીને 162 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ ભેગી થઈને પણ આટલા રન ના બનાવી શકી. ભારત સાથેની આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ખુબ શરમ જનક હાર થઈ હતી.