Election 2024: કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો, જેમાં તેણે ખેડૂતો, યુવાનો, મહિલાઓ, ખેડૂતો તેમજ લઘુમતીઓના કલ્યાણ માટે ઘણા વચનો આપ્યા હતા. આજે સહારનપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના વચનો પર આકરા પ્રહારો કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી મેનિફેસ્ટો પર જોરદાર પ્રહારો કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગ અને ડાબેરીઓનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઢંઢેરો એ જ વિચારને પ્રતિબિંબિત કરે છે જે આઝાદી સમયે મુસ્લિમ લીગની વિચારધારામાં પ્રતિબિંબિત થઈ હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઢંઢેરો સંપૂર્ણપણે મુસ્લિમ લીગની છાપ ધરાવે છે. આવા વચનો દેશ સાથે વિશ્વાસઘાત સમાન છે.
कांग्रेस, आज के भारत की आशाओं-आकांक्षाओं से पूरी तरह कट चुकी है।
कांग्रेस के घोषणा पत्र में वही सोच झलकती है, जो आजादी के आंदोलन के समय मुस्लिम लीग में थी।
कांग्रेस के घोषणा पत्र में पूरी तरह मुस्लिम लीग की छाप है और इसका जो कुछ हिस्सा बचा रह गया, उसमें वामपंथी पूरी तरह हावी हो… pic.twitter.com/vjjGS3QC8D
— BJP (@BJP4India) April 6, 2024
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું હતું કે કૉંગ્રેસના ઢંઢેરામાં માત્ર મુસ્લિમ લીગની વિચારધારા જ નહીં પરંતુ ડાબેરી વિચારધારાનું પણ સંપૂર્ણ વર્ચસ્વ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ મેનિફેસ્ટોએ સાબિત કરી દીધું છે કે આજની કોંગ્રેસ આજના ભારતની આશાઓ અને આકાંક્ષાઓથી સંપૂર્ણપણે અલગ થઈ ગઈ છે.
મેનિફેસ્ટો જે ભારતને પાછળ ધકેલી દેશે – મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના મેનિફેસ્ટોમાં ક્યાંય કોંગ્રેસ દેખાતી નથી. અહીં ડાબેરી અને મુસ્લિમ લીગની વિચારધારા પ્રબળ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આવી કોંગ્રેસ 21મી સદીમાં ભારતને આગળ નહીં લઈ જઈ શકે.