પાટીદાર અનામત આંદોલનના આંદોલનકારી હાર્દિક પટેલે દિનેશ બાંભણીયા પર આક્રમક રીતે પ્રહાર કર્યા છે. બાંભણીયાને ભાજપનું મહોરું ગણાવી હાર્દિકે કહ્યું કે અલ્પેશ કથીરીયાની જેલમૂક્તિ થઈને જ રહેશે. 31મી તારીખે વંથલી ખાતેથી કથીરીયાની જેલમૂક્તિ માટે આરપારની લડાઈ લડવામાં આવશે.
હાર્દિકે કહ્યું કે હું લોકોના કામો કરી રહ્યો છું આવા આક્ષોપોથી ડરતો નથી. હંુ મરી જઈશ પણ વેચાવાનો નથી.
હાર્દિક પટેલની તરફેણમાં સોશિયલ મીડિયામાં ફોટો સાથેની પોસ્ટ મૂકી જણાવ્યું કે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરીયા અને સમાજ સાથે ગદ્દારી કરનરાઓ આજે અલ્પેશ કથીરીયાને લઈ રાજનીતિ કરી રહ્યા છે. પાટીદાર સમાજને અનામત અને અલ્પેશની જેલમૂક્તિ માટે સરદાર જંયતિએ વંથલીમાં હૂંકારા થશે. જેનાથી ગભરાઈને સરકારે દલાલોને મેદાન ઉતાર્યા છે.
તેણે કહ્યું છે કે સરકાર અને તેના મળતીયા આંદોલનમાં ફૂટ પાડવા માંગે છે. સરદાર જંયતિએ વંથલી ખાતેથી આંદોલનના નવા અધ્યાયનો પ્રાંરભ થશે અને કથીરીયાની જેલમૂક્તિ માંગ બુલદં થશે. જેનીથી ગભરાઈને સરકાર આ કાર્યક્રમ ખોરવવાની કોશીશ કરી રહી છે, જે ક્યારેય સફળ નહીં થાય.
હાર્દિકે કહ્યું કે 31 તારીખે હાર્દિકના કાર્યક્રમમાં માણસો જવા નથી દેવા માટે બાંભણીયાને મહોરું બનાવી ભાજપ કોશીશ(અહીં અન્ય શબ્દ છે) કરે છે. ફેકુની સભા કરતા હાર્દિકની સભામાં વધુ માણસો હશે. આઈબીના રિપોર્ટ પ્રમાણે મોદીની સભા કરતા હાર્દિક પટેલના સત્યાગ્રાહમાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડશે. આઈબીના રિપોર્ટ બાદ ઊંઘમાંથી જાગેલી સરકાર હાર્દિક પટેલના ખેડુત સત્યાગ્રહને નિષ્ફળ બનાવવા કોઈ પણ હદે જશે અને સમાજના ગદ્દારો સરકાર પાળેલા છે. જેઓ હાર્દિક પટેલ અને સમાજની એકતા તોડવા ગમે તેવા નિવેદનો કરશે. વંથલીના કાર્યક્રમમાં હજારો માણસોની જનમેદની થવાની છે એટલે ભાજપ સરકાર ડરી ગઈ છે. માટે જ ભાજપે ખરીદેલા મળતીયાઓ હાર્દિકને બદનામ કરવા કે સભાને નિષ્ફળ કરવા વંથલી કાર્યક્રમ પૂર્વે જ નિવેદન આપી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં આવેલી પોસ્ટ પ્રમાણે હાર્દિક સાચો છે. ભાજપને મોટું નુકશાન કરે એમ છે. એટલે નવા નવા આરોપો લગાવી બદનામ કરાવી રહ્યા છે. નરેશભાઈ પટેલે કહ્યું હતું કે હાર્દિક છે તો બધું છે. મતલબ કે અનામત આંદોલન હાર્દિકના કારણે જ અત્યાર સુધી ટકી રહ્યું છે અને અત્યાર સુધી હાર્દિક અને તેના અમૂક સાથી મિંત્રો ભાજપની ચાલમાં નથી આવ્યા કે નથી વેચાયા. જેથી ભાજપ સરકાર હાર્દિક પાસેથી આંદોલનની કમાન ઝૂંટવીને પોતાના ભાડુતી લોકોને આંદોલનમાં ઘુસાડીને આંદોલનને ખતમ કરવા માંગે છે. ભાજપને ખ્યાલ આવી ગયો છે કે ખેડુત સત્યાગ્રહમાં શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહા આવવાના હોવાથી મોટાભાગના લોકો મોદીને બદલે આ બન્ને નેતાને જોવા જવાના છે. એટલે ખેડુત સત્યાગ્રહમાં આ બન્ને નેતા ન આવે તેની કોશીશ પણ ભાજપ અમૂક લોકો તરફથી કરાવશે.
વાયરલ થયેલી પોસ્ટમાં લખાયું છે કે પૈસા પુરા થઈ જતા સમાજના દલાલો અને ગદ્દારો પાછા મેદાનમાં આવ્યા છે. અમીત શાહના ઈશારે હાર્દિક પટેલ અને પાટીદાર સમાજની એકતાને તોડવા માટે સમાજના ગદ્દારો પ્રેસ કોન્ફરન્સ કરીને સમાજને ગુમરાહ કરવાની કોશીશ કરશે પણ બધા એક રહેજો. ગુજરાતના ખેડુતો આત્મહત્યા કરી રહ્યા છે અને સરકારને હાર્દિક સિવાય કોઈ દેખાતું નથી. પાટીદાર સમાજ અને ખેડુતો માટે આંદોલન કરી રહેલા હાર્દિક પટેલને સમાજથી વિખુટો પાડવા સરકાર તેમના પ્યાદાઓ પાસે ગમે તેવા નિવેદનો કરાવી રહી છે. આ નિવેદન કરનારાઓ જ ગદ્દારો છે.
પોસ્ટમાં લખાયું છે કે જેમને કરોડો રૂપિયા આપીને હાર્દિક પટેલને સમાજથી દુર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. અત્યાર સુધી ચૂપ રહેનારા ચૂંટણી વખતે ભાજપની ગુલામી કરનારા સમાજના ગદ્દારો ચૂંટણી આવતાં દરમાંથી બહાર આવી રહ્યા છે. સમાજની એકતા તોડવા નિવેદનો કરી તેમના રાજકીય આકાને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો છે. હાર્દિક પટેલને બદનામ કરો અને ભાજપ પાસેથી કરોડો રૂપિયા મેળવો. ભાજપ સરકાર પાટીદારોની અનામત માટે કંઈ કરતી નથી. અલ્પેશ કથીરીયાને જેલમૂક્ત કરતી નથી. ખેડુતોના દેવા માફ કરતી નથી. કરે છે તો માત્ર એક જ કામ, હાર્દિક પટેલને બદનામ કરો. પાટીદાર સમાજની એકતા તોડો. હાર્દિક પટેલને સમાજથી વિખુટો પાડો. આ એક જ કામ સરકાર કરી રહી છે. હાર્દિક પટેલને મળી રહેલા પ્રચંડ જનસમર્થનથી ડરી ગયેલી સરકારે પડીકા આપીને સમાજના અગાઉથી ફુટી ગયેલા ગદ્દારોને પાછા મેદાન ઉતાર્યા છે. અગાઉ પણ આ ગદ્દારોએ કરોડો રૂપિયા લઈને હાર્દિક પટેલને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ સમાજ અને ગુજરાતની જનતાએ આ ગદ્દારોને સણસણતો જવાબ આપ્યો. આ ગદ્દારોની ફાંકાબાજીનો જવાબ આપીશું.
પોસ્ટમા લખાયું છે કે હાર્દિક પટેલને સમર્થન દિવસેને દિવસે વધતું જોઈને ભાજપની મોટી ચાલ હોઈ શકે કે પાટીદારોને કોઈ પણ પ્રકારે હાર્દિકની વિરુદ્વમાં ઉશ્કેરીને પોતાનો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કાર્યક્રમ સફળ બનાવી શકે. 31ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતિના દિવસે સૌરાષ્ટ્રના મોટા ભાગના પાટીદારો હાર્દિક દ્વારા જાહેર કરાયેલા ખેડુત સત્યાગ્રહ કાર્યક્રમમાં જવાના છે. એની મોટી અસર એ જ દિવસના મોદી એટલે કે ભાજપના કાર્યક્રમમાં પડવાની હોવાથી પાટીદારોને ગુમરાહ કરીને ખેડુત સત્યાગ્રહમાં ન જવા માટેનું કાવત્રું પણ હોઈ શકે છે.