RCB vs LSG : ઉત્તમ બોલિંગના કારણે લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 41 રનથી હરાવ્યું, જેમાં મયંક યાદવે 3 મહત્વની વિકેટ લીધી. પ્રથમ દાવમાં, ક્વિન્ટન ડી કોક (81)ની અડધી સદી અને નિકોલસ પૂરન (40) રનની વિસ્ફોટક ઇનિંગ્સના કારણે લખનૌ સુપર જાયન્ટ્સે આરસીબીને 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 02 એપ્રિલ (મંગળવારે), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG), IPL 2024 ની 15 નંબરની મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.
Match 15.WICKET! Over: 19.4 Mohammed Siraj 12(8) ct Nicholas Pooran b Naveen-Ul-Haq, Royal Challengers Bengaluru 153/10 https://t.co/ZZ42YW8tPz #TATAIPL #IPL2024 #RCBvLSG
— IndianPremierLeague (@IPL) April 2, 2024
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 5 વિકેટે 181 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી રીસ ટોપલી, યશ દયાલ, મોહમ્મદ સિરાજે 1-1 અને ગ્લેન મેક્સવેલે 2 વિકેટ લીધી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 182 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરી હતી.