RK સ્ટૂડિયોને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. કપૂર પરિવારને આ સ્ટુડિયો વેચવો હતો અને તે માટે સારા ગ્રાહકની શોધ પણ ચાલી રહી હતી કે જે આ સ્ટુડિયોની સારી કિંમત આપી શકે.સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હવે ટૂંક સમયમાં જ આ સ્ટૂડિયોનાં માલિક બદલાઇ જશે. કારણ કે તેનો સોદો થઇ ગયો છે. જી હાં, રાજકપૂરનાં આ સ્ટૂડિયોને ગોદરેજ પ્રોપર્ટીએ ખરીદી લીધો છે અને તેઓ ટૂંક સમયમાં તેની ઓફિશિય જાહેરાત પણ કરશે.
આ સ્ટુડિયોને લઈને કપૂર પરિવારની ઘણી લાગણીઓ અને ભાવનાઓ જોડાયેલી છે. આ સ્ટુડિયોની કૂલ કિંમત 200 કરોડ રૂપિયા છે. કપૂર પરિવાર ઇચ્છતું હતું કે આ સ્ટુડિયોનાં તેમને ઓછામાં ઓછા 250 કરોડ રૂપિયા મળે. અને બિલ્ડર્સે તેનો ભાવ 150 કરોડ રૂપિયા ગણાવ્યા હતા.
રાજકપૂરનાં દીકરા રણધીર કપૂરે આ પ્રોપર્ટી વેચવાનો નિર્ણય કરી લીધો હતો. આપને જણાવી દઇએ કે, ગોદરેજે આ સ્ટુડિયોના 200 કરોડ લગાવ્યા અને કહ્યું કે, તેમને કોઇ ફરક પડતો નથી કે બજારમાં તેનો શું ભાવ ચાલે છે.