ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્વ નગર જિલ્લાના સેક્ટર-63ના મકાનમાં ગેરકાયદે રીતે ચાલી રહેલા કોલ સેન્ટર દ્વારા વિદેશીઓના રૂપિયા ઉસેટી લેવાનો ગોરખધંધો કરનારી ટોળકીને પોલીસે પકડી પાડી છે. સમગ્ર પ્રકરણનો માસ્ટર માઈન્ડ અમદાવાદનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કોલ સેન્ટરના સંચાલક રાજેન્દ્ર ખાલસા અને અભિષેક ભારદ્વાજ સહિત 31 લોકોની ધરપકડ કરી છે. પોલીસે કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ જપ્ત કર્યા છ.
પોલીસના જણાવ્યા મુજબ 31 શખ્સોની ધરપકડ કરવા ઉપરાંત 34 કમ્પ્યુટર CPU, 34 મોનીટર, 34 હેડફોન ઉપરાંત ચેકબુક, એટીએમ કાર્ડ સહિત અનેક દસ્તાવેજો પણ કબ્જે કરવામાં આવ્યા છે. પકડાયેલા બન્ને સંચાલકો અમદાવાદના રહીશ છે. જ્યારે મોટાભાગના કર્મચારીઓ નાગાલેન્ડના દિમાપુર જિલ્લાના છે. આ લોકો કોલ સેન્ટરના ઓથા હેઠળ વિદેશ લોકોના ડેટા ગેરકાયદે રીતે મેળવીને ટેક્સમાં રાહત આપવાની લાલચ આપી, પોલીસનો ડર બતાવીને લાખો રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી રહ્યા હતા. ઓનલાઈન રૂપિયા ઉસેટી લોકોને ચૂનો ચોપડી રહ્યા હતા.
એસએસપી અજયપાલે જણાવ્યું કે કોલ સેન્ટરના સંચાલક રાજેન્દ્ર ખાલસા અને અભિષેક ભારદ્વાજ અમદાવાદના રહીશ છે. બન્નેની સાથે નજાઈ, અવિકા, ઈનોવી, વિકેતો, મહાસીબોટાઉ, નામગિનખુલુન, નીમા ઝમીર, આકાટો, મકોમ કિમચુગર, બ્રહ્માનંદ, લાસૂહ, હમસન, લાનુ, ખુજલોટો, ન્યૂગ્રો, ઓમ્ટસ સોમી, ખીખી, કાટો જાહીમો, હુમ્મકા આઈ, થેજાસેટો, એચિગોમ, કે.એ.મતાંગ, ચુમ્બા, કાયવાંગ તેમજ નાગાલેન્ડના જેમ્સ થૂમાઈ, હોરીચાન, મણિપુરના જોન્સન ડનટસ અને ઈલાહાબાદના અભિષેક કુમારની ધરપકડ કરી છે.
તેમણે કહ્યું કે અમિરિકા અને કેનેડાની પોલીસ તરફથી ઈનપુટ મળ્યા હતા. ઈનપુટ મળ્યા બાદ પોલીસે કોલ સેન્ટર પર છાપો માર્યો હતો. મોટાભાગના કર્મચારીઓએ કહ્યું કે તેમને ખબર જ ન હતી કે કોલ સેન્ટર બોગસ છે. કાયદેસરનું કોલ સેન્ટર હોવાનું જણાવી નોકરી આપવામાં આવી હતી. પગાર ઉપરાંત રહેવા અને જમવાની સુવિધા પણ આપવામાં આવતી હતી,