ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બિહારના પટનાના ગાંધી મેદાનમાં યોજાયેલી રેલીમાં વડાપ્રધાન મોદીને ઘણી વખત અપશબ્દો કહ્યા હતા. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની ‘ભાજપા હરાવો, દેશ બચાવો’ રેલીને સંબોધિત કરતા જિગ્નેશ મેવાણીએ 9 મિનિટનું ભાષણ કર્યું હતું. જેમાં 6 વખત વડાપ્રધાન ને નમક હરામ કહીને સંબોધિત કર્યા હતા.
જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે યુપી અને બિહારના મજુરોને ગુજરાતમાં મારવામાં આવ્યા હતા પણ વડાપ્રધાન એક લાઇનમાં અપીલ કરવા તૈયાર ન હતા કે ગુજરાતીઓ યુપી, બિહારના લોકો સાથે મારપીટ બંધ કરો. આ નમક હરામને ઓળખી લો.
ભાષણની શરૂઆતમાં જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાન મોદીને કેપ્ટન કહીને સંબોધિત કર્યા હતા અને કહ્યું હતું કે તે નમક હરામ છે અને તેની સૌથી વધારે નમક હરામી ગુજરાતની જનતાએ જોઈ છે. પ્રધાનમંત્રી પર કટાક્ષ કરતા મેવાણીએ કહ્યું હતું કે તે બિહાર સહિત દેશની 130 કરોડ જનતાની માફી માંગે છે કે ગુજરાતને આવો મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટવાળો પીસ દિલ્હી મોકલી આપ્યો.
આ પછી મેવાણીએ હાલમાં જ ગુજરાતમાં કામ કરનાર ઉત્તર પ્રદેશ અને બિહારથી આવેલા મજુરોની પિટાઈનો મામલો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે વડાપ્રધાન કેટલા નમક હરામ છે, તે વાતનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે ગુજરાતમાં ઉત્તર ભારતીયોની પિટાઈ થઈ રહી હતી પણ નમક હરામના મો માંથી એક શબ્દ પણ નિકળ્યો ન હતો.