2019ની લોકસભા ચૂંટણીના અનુસંધાને બિહારમાં ભાજપ અને જેડીયુ વચ્ચે બેઠકોને ફોર્મ્યુલા નક્કી કરી લેવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વચ્ચે નવી દિલ્હીમાં મીટીંગ થઈ હતી. મીટીંગ બાદ બેઠકોની ભાગીદારીને લઈ નિર્ણય કરવામાં આવ્યો હતો.
ભાજપના અધ્યક્ષ અમીત શાહે કહ્યું કે જેડીયુ અને ભાજપ વચ્ચે બેઠકોની ફાળવણી એક સમાન કરવામાં આવશે. આ ઉપરાંત સહયોદી પાર્ટીઓને પણ સન્માનજનક સીટ મળશે. તેમની સાથેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
અમીત શાહે કહ્યું કે 2019માં લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ લડાશે અને એનડીએ પહેલાથી વધુ સીટ મેળવશે. ઉપેન્દ્ર કુશવાહા અંગેના પ્રશ્ન વિશે ઉત્તર આપતા અમીત શાહે કહ્યું કે તેઓ એનડીએ સાથે જ છે. એનડીએના તમામ સાથીઓને સન્માનજન સીટ આપવામાં આવશે. રામવિલાસ પાસવાન અને કુશવાહા ભાજપની સાથે છે જ્યારે નવા સાથીઓ આવતા તમામની સીટનો ઘટાડવામાં આવી છે. જ્યારે નીતિશકુમારે કહ્યું કે બિહારમાં સીટની ફાળવણીને લઈ સમજૂતી થઈ ગઈ છે.
2014ની લોકસભાની ચૂંટણીમાં બિહારની કુલ 40 બેઠકમાંથી ભાજપે 22 સીટ પર વિજય મેળવ્યો હતો. જ્યારે લોજપા-6, આરએલએસપી-3 અને જેડીયુને 2 સીટ મળી હતી. જ્યારે બીજી તરફ એનસીપી-1, કોંગ્રેસ-2 અને આરજેડીને 4 સીટ પર જીત મળી હતી.
દરમિયાનમાં એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે 2019માં કોઈ પણ પક્ષને બહુમતિ મળશે નહી. દિલ્હીમાં નીતિશ કુમારની સાથે પ્રશાંત કિશોર અને જેડીયુના વરિષ્ઠ નેતા રાજીવ રંજન ઉર્ફ લલન પણ હાજર રહ્યા હતા.