સની લિયોની જ્યારે પણ સ્ક્રીન પર આવે છે, ત્યારે ત્યારે તે ધુમ મચાવી દે છે.. બેબી ડોલ મેં સોને દીથી લઈને લૈલા ઐ લૈલા સુધી સનીના અનેક આઈટમ સોંગ્સ લોકોને પસંદ આવ્યા છે. ત્યારે હવે ડર્ટી ગર્લ નામથી સની લિયોનીનું વધુ એક ડાન્સિંગ સોંગ રિલીઝ થયું છે. આ ગીતમાં સની સાથે ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ કરિશ્મા તન્ના પણ છે.
અત્યાર સુધી પોતાના ગીતોમાં એકલી નજર આવતી સની આ ગીતમાં પોતાના પતિ ડેનિયલ સાથે રોમાન્સ કરતી નજરે આવશે. ZEE મ્યૂઝિક કંપની દ્વારા આજે રિલીઝ કરાયેલ આ ગીતને ગાયક ઈક્કા સિંહ, શિવાંગી અને એનબીએ ગાયું છે. ઈક્કાએ જ આ ગીતને લખ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સની લિયોની આ પહેલા પોતાની વેબસીરિઝને કારણે વિવાદમાં આવી હતી. હવે તેની સાઉથની ફિલ્મ વીરમદેવી પણ વિવાદોમાં ફસાઈ છે. બેંગલુરમાં આ વિશે વિરોધ પ્રદર્શન કરાયું હતું, કે વીરમદેવી ઐતિહાસિક પાત્ર છે, જેને એક પોર્ન સ્ટાર કેવી રીતે ભજવી શકે.