વડાપ્રધાન મોદી પોતાના લૂકને કારણે ખાસ ચર્ચામાં રહે છે, કોઇ દેશના પ્રવાસે હોય તો ખાસ સૂટ પહેરે છે, તો દેશમાં કોટી અને કુર્તામાં નજરે પડે છે, પરંતુ હાલ સોશિયલ મીડિયા પર એક વાતની ખાસ ચર્ચા થઇ રહી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદીએ મેકઅપ માટે એક મહિલા રાખી છે, જેને મહિને 15 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે.
આ એક ફેક ન્યુઝ છે, જેમાં નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ સાથે તેમના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે . હકીકતમાં વડાપ્રધાન મોદી કોઈ જાતનો મેક-અપ કરતા નથી.
તમે મેડમ તુસાદ્સનું નામ સાંભળ્યું છે? આ એવું મ્યૂઝિયમ છે, જ્યાં ફેમસ હસ્તીઓના પુતળા રાખવામાં આવે છે. મીણબત્તીના બનેલા આ પુતળાની ખાસિયત એ હોય છે કે, દેખાવમાં તે એકદમ માણસ જેવા જ હોય છે. તેને બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. મેડમ તુસાદ્સ મ્યૂઝિયમમાં નરેન્દ્ર મોદીનું પણ પુતળું રખાયું છે, જેનું ઓપનિંગ એપ્રિલ 2016માં કરાયું હતું.જે તસવીર વાયરલ પોસ્ટ સાથે ફરી રહી છે, તે ત્યાંની છે.