LSG vs PBKS: IPL 2024 ની 11મી મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) પંજાબ કિંગ્સ (PBKS) નો સામનો કરી રહી છે. આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.(RCB) તરફથી હારનો સામનો કરવો પડ્યો હતો.આ મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
IPL 2024 ની 11મી મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) પંજાબ કિંગ્સ (PBKS) નો સામનો કરી રહી છે.
આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ સમયે કેએલ રાહુલની જગ્યાએ નિકોલસ પૂરન મેદાન પર આવ્યો હતો. કેએલ રાહુલ ઈજાના કારણે આજે કેપ્ટનશીપ નહીં કરે. તે ટીમ સાથે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે હાજર રહેશે.લખનૌની ટીમને પ્રથમ મેચમાં રાજસ્થાનના હાથે 20 રને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે પંજાબ કિંગ્સે તેની પ્રથમ બે મેચમાંથી એકમાં જીત મેળવી હતી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ જીતનું ખાતું ખોલવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. પોઈન્ટ ટેબલ પર પંજાબ કિંગ્સની ટીમ પાંચમા સ્થાને છે જ્યારે લખનૌની ટીમ 10મા સ્થાને છે.
IPLમાં લખનૌ અને પંજાબ વચ્ચેના રેકોર્ડની વાત કરીએ તો, બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ ત્રણ મેચ રમાઈ છે, જેમાંથી બે મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને એક પંજાબે જીતી છે. મોહાલીના IS બિન્દ્રા સ્ટેડિયમમાં અત્યાર સુધી બંને ટીમો એક-બીજાનો સામનો કરી ચુકી છે, જેમાં લખનૌનો વિજય થયો છે.
આ સિવાય એકાનામાં રમાયેલી એકમાત્ર મેચમાં પંજાબ કિંગ્સે 2 વિકેટે જીત મેળવી હતી, જ્યારે પુણેમાં લખનૌનો 20 રને વિજય થયો હતો. હવે મેચ એકના ક્રિકેટ સ્ટેડિયમમાં છે. આવી સ્થિતિમાં શિખર ધવનની તુલનામાં કેએલ રાહુલનો હાથ ઉપર છે.