સતત વિવાદમાં રહેતી રાખી સાવંતે હાલમાં મીડિયા સમક્ષ રજુઆત કરી હતી કે તનુશ્રી મને આટલો પ્રેમ કરે છે તેની મને ખબર નહોતી. તનુુએ મારા માટે મુંડન કરાવ્યું હતું અને હવે તે ગેમ કરી રહી છે. નાર્કો ટેસ્ટ નાના પાટેકરનો નહી પણ તનુશ્રીનો થવો જોઈએ.
વિવાદો મહારાણી તરીકે જાણઈતી રાખી સાવંતે બુધવારે મોડી રાત્રે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેણે તનુશ્રી દત્તા સાથે જોડાયેલા ઘણા સવાલોના ખુલાસા કર્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં તેણે તનુશ્રી પર માનહાનિનો કેસ કર્યા બાદ તેના પર રેપ જેવા ગંભીર આરોપ પણ લગાવ્યા હતા.
રાખી પ્રેસ કોન્ફરન્સમાં સાડી પહેરીને આવી હતી, તેણે કહ્યું કે આજે હું ખુબ ઉદાસ છુ, મને દુખ થઈ રહ્યું છે. આજે હું દુનિયાને સત્ય જણાવવા ઈચ્છું છું, બહું થઈ ગયું MeToo હવે હું Shetoo ની શરૂઆત કરવા ઈચ્છું છે. પોતાના ચહેરાને છુપાવતા રાખી સાવંતે કહ્યું હતું કે , તનુશ્રીએ વારંવાર મારો રેપ કર્યો છે.