SRH vs MI: IPL 2024 માં, મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમોને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં બંન્ને ટીમો પોતાની પ્રથમ જીતની રાહ જોશે. એક તરફ મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પણ પોતાની પ્રથમ મેચ હાર્યા બાદ અહીં પહોંચી રહી છે. આવી સ્થિતિમાં ચાહકો રોમાંચક મેચની અપેક્ષા રાખી રહ્યા છે.
અભિષેક શર્માની શાનદાર બેટિંગ
અભિષેક શર્મા શાનદાર ફોર્મમાં છે અને ટ્રેવિસ હેડના આઉટ થયા બાદ તેણે ટીમની ઇનિંગ સંભાળી લીધી છે. અભિષેક શર્માએ માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી
ટ્રેવિસ હેડ બહાર
ટ્રેવિસ હેડની વિકેટના રૂપમાં સનરાઇઝર્સ હૈદરાબાદને મોટો ફટકો પડ્યો છે. ટ્રેવિસ હેડ આ મેચમાં શાનદાર બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ તેને કોએત્ઝીએ આઉટ કર્યો હતો. હેડે આ મેચમાં 24 બોલમાં 62 રન બનાવ્યા હતા.
SRH 7 ઓવરમાં 100ને પાર
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પ્રથમ 7 ઓવરમાં 100 રનનો સ્કોર પાર કરી લીધો છે. ટીમ વતી ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા બેટિંગ કરી રહ્યા છે. જ્યારે MI વિકેટની શોધમાં છે.