CBIના બે ડાયરેકટર વચ્ચે ઉભા થયેલા ડખામાં હવે નવો વળાંક આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડા અંગે CBI ડાયરેક્ટર આલોક વર્માએ રાકેશ અસ્થાના વિરુદ્વ કાર્યવાહી કરવા માટે સત્તાવાર પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી કરી છે. સમગ્ર મામલો સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરબારમાં પહોંચ્યો છે. રાકેશ અસ્થાનાને ગુજરાત પરત મોકલી આપવાની હિલચાલ શરૂ કરવામાં આવી હોવાની વિશ્વસનીય માહિતી મળી રહી છે.
CBI તેના સ્પે. ડાયરેકટર રાકેશ અસ્થાના વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે. તેમનો લાંબા સમયથી ડાયરેકટર આલોક વર્મા સાથે ઝઘડો ચાલી રહ્યો છે. CBIના એક અધિકારીએ કહ્યું હતું કે, ડાયરેકટર ગઇકાલે જ અસ્થાના વિરૂદ્ધ કાર્યવાહી કરવા અંગેનો સત્તાવાર પ્રસ્તાવ પસાર કરવા માંગતા હતા પણ અન્ય કામકાજને કારણે તે થઇ શકયું નહતું. માનવામાં આવે છે કે રાકેશ અસ્થાનાને ગુજરાત પાછા મોકલી દેવાશે.
CBIના અધિકારીએ નામ વિના કહ્યું હતું કે, અસ્થાનાની નિરંતરતા અસ્થિર થઇ ગઇ છે. CBIના વડા તેમને હટાવવાનો આદેશ એક કે બે દિવસમાં મોકલશે. અકીલા ભલામણ માટે પેપરવર્ક પુરૂ થવાની તૈયારીમાં છે. CBIના વડા વર્માએ પીએમની પણ મુલાકાત લીધી હતી અને એમને અસ્થાના ઉપર લાગેલા આરોપો અંગે જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે દેશમાં ભ્રષ્ટાચાર સામે કાનૂની લડાઇ લડવા માટે પહેલી એપ્રિલ-1963ના રોજ CBIની શરૂઆત કરવામા આવી હતી. અલબત્ત, ભ્રષ્ટાચાર સામે લડવા માટે બનાવાયેલી આ સંસ્થા પોતે જ કાળક્રમે કૌભાંડોનો અડ્ડો બની ગઇ હતી. ઉપરાંત સનસનીખેજ મર્ડરના આરોપ પણ તેની સામે મૂકાયા છે. 2018ના વર્ષમાં લાંચરૂશ્વતનો સૌથી મોટો આરોપ તેના સિનિયર ઓફીસર અસ્થાના પર મૂકાયો છે અને તેના કારણે રાજકારણીઓમાં ‘સરકારી પોપટ’ તરીકે જાણીતી આ સંસ્થાની બદનામી ચરમસીમાએ પહોંચી છે. CBIમાં ઓફીસરો વચ્ચેની ચડસાચડસી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન મોદીએ એજન્સીના ટોચના બંને ઓફીસરોને મળવા માટે બોલાવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
રાકેશ અસ્થાનાએ પણ કેટલાક સમય પહેલા CBIના વડા વર્મા સામે લેખિતમાં ફરીયાદો કરી હતી અને આ સંદર્ભ આપીને તેમણે કહ્યું છે કે તેમની સાથે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે. વર્મા સામે અસ્થાનાએ વડાપ્રધાન કાર્યાલય અને વિજિલન્સ કમિશનને ઓગસ્ટ મહિના દરમિયાન લેખિતમાં ફરીયાદ કરી હતી