અમૃતસરમાં રાવણ દહન દરમિયાન થયેલી થયેલી ટ્રેન દુર્ઘટનામા ઓછામાં 70 લોકોએ જાન ગુમાવ્યા છે. રેલવેનાં તંત્રએ ઘટનાથી પોતાનો બચાવ કર્યો છે અને રાજ્ય સરકાર પર દોષનો ટોપલો નાંખી દીધો છે. ટ્રેન નહીં અટકાવનારા ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.
રેલવેના પ્રવક્તા દીપક કુમારે જણાવ્યું કે આ કાર્યક્રમ રેલવા અધિકાર ક્ષેત્રની બહાર આયોજીત કરવામાં આવ્યો હતો. દશેરાના આયોજન અંગે ન તો સ્થાનિક તંત્ર કે આયોજકોએ કોઈ પણ પ્રકારની જાણકારી આપી ન હતી રેલવેની મંજુરી લેવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. શુક્રવારે સાંજે કાર્યક્રમના સમયે રેલવે ક્રોસીંગ બંધ હતા.
વરિષ્ઠ રેલવે અધિકારીએ કહ્યું કે ડીઝલ મલ્ટીપલ યૂનિટ (ડીએમયૂ) જાલંધર-અમૃતસર પેસેન્જર ટ્રેનના ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેકનો ઉપયોગ કર્યો ન હતો. નજીકના સ્ટેશને ટ્રેનના ડ્રાઈવરને લોકો એકઠા થયા હોવાની સૂચના આપવાની હતી. ધોબીઘાટ પાસે આવેલા જોડા ફાટક પાસે 700 લોકોની મેદની રાવણ દહન જોવા આવી હતી ત્યારે અમૃતસરથી હોશીયારપુર જઈ રહેલી ટ્રેન ટ્રેક પર ઉભેલા લોકોને ચગદીને પસાર થઈ ગઈ હતી અને ઓછામાં ઓછા 70 લોકોના જાન ગયા હતા.
10થી 15 સેકન્ડમાં ચારે તરફ લાશો જ નજરે પડી હતી. કંઈ કેટલાય લોકો દર્દથી ચિત્કારી રહ્યા હતા. ઈજાગ્રસ્તોની હાલત દયનીય હતી. બાળકો પણ કચડાઈ ગયા હતા. પોલીસે ટ્રેનના ડ્રાઈવરની ધરપકડ કરી છે.