IPL 2024 ઓપનિંગ સેરેમનીમાં હજારો ફેન્સની હાજરીમાં બોલિવૂડનો આ સેલિબ્રિટી આપશે પર્ફોમન્સ
સીઝનની પ્રથમ મેચ CSK અને RCB વચ્ચે રમાશે
આ સિઝનની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. CSK નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. મહેન્દ્ર સિંહ ધોનીએ ઋતુરાજ ગાયકવાડને કેપ્ટનશિપ સોંપી છે.
IPL 2024 આજે સાંજે શરૂ થશે
IPLની 17મી સિઝન આજે સાંજે શરૂ થશે. તેની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. RCB અને CSK વચ્ચેની આ મેચ ચેન્નાઈમાં રમાશે. આ પહેલા એક ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ તેમાં પરફોર્મ કરશે. આ સાથે એઆર રહેમાન અને સોનુ નિગમના ગીતો પણ સાંભળવા મળશે.