બુલેટ ટ્રેનનો ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ખેડુતોએ બુલેટ ટ્રેનની સામે મોરચો ખોલી દીધો છે ત્યારે હવે દિલ્હીમાં પણ બુલેટ ટ્રેનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં મળેલી સભામાં બુલેટ ટ્રેનનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો.
ભાજપ સિવાયના કોંગ્રેસ, સપીઆઈએમ, સીપીઆઈ, સપા,બસપા, આપ,જદ-યુ ઉપરાંત દેવગૌડા સેક્યુલર જનતાદળ, ખેડૂત સંઘર્ષ સમિતિ, ના નેતાઓ એ હાજર રહી સમર્થન કર્યું. ગુજરાત સીપીઆઈએમ ના આગેવાન અરુણ મહેતા, સુરતના મનસુખ ખોરાસિયા, વલસાડના હસમુખ વારલી, ભાવનગરના અશોક સોમપુરા સહીત 50 થી વધુ ખેડૂતો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સભામાં બુલેટ ટ્રેન વિરુદ્વ ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. ખેડુતોનો જમીનના વળતરમાં અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની ફરીયાદો પણ ઉઠવા પામી હતી.