Central Gujarat : મધ્ય ગુજરાત – ગાંધીનગર – અમદાવાદની બેઠકો પર ભાજપમાં ચૂંટણી લડવા માંગતા 138 દાવેદારો હતા તેમાં ઉમેદવાર જાહેર કર્યા ન હોય એવા નેતાઓ નડશે કે તારશે એ સવાલ આજે પુછવામાં આવી રહ્યો છે. ગાંધીનગર – 01, અમદાવાદ પશ્ચિમ – 20, અમદાવાદ પૂર્વ – 20, આણંદ – 22, વડોદરા – 18, પંચમહાલ – 30, છોટા ઉદેપુર – 27 મળીને કૂલ 138 દાવેદારો છે.
ગાંધીનગર
ભાજપમાં કેવું એક હથ્થું શાસન ચાલે છે તેનું ઉત્તમ ઉદાહરણ ગાંધીનગર લોકસભાની બેઠક છે. જ્યાં એક સમયે લોકશાહીના પ્રખર હિમાયતી અટલબિહારી બાજપેયી ચૂંટાયા હતા ત્યાં અમિત શાહનું એક જ નામ આવવા દેવામાં આવ્યું હતું. આ બેઠક પર અનેક ઉમેદવારો હતા તે ચૂંટણી લડવા માંગતા હતા પણ તેમને ઉમેદવારી કરવામાં દેવામાં આવ્યા ન હતા. દેવા કરવા દેવામાં આવ્યા ન હતા.
ગાંધીનગરમાં આઈ એમ અમિત શાહ નામથી અભિયાન ચલાવવાની જાહેરાત કરાઈ હતી.
અમદાવાદ પશ્ચિમ
અમદાવાદ મહાનગર પાલિકા પર ભાજપનો કબજો આવ્યો ત્યારથી એટલે કે, 1989થી અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપના સાંસદો ચૂંટાતા રહ્યાં છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર 20 દાવેદાર હતા. જેમાં સાંસદ કીરીટ સોલંકી, ધારાસભ્ય દર્શના વાઘેલા, દિનેશ મકવાણા, કિરીટ પરમાર, પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણા, રાજયસભાના સાંસદ સંભૂપ્રસાદ ટુંડીયા, પૂર્વ કેબિનેટ પ્રધાન રમણાલ વોરા, ગિરીશ પરમાર, વિભૂતી અમીન, નરેશ ચાવડા, હિતુ કનોડિયા, મણીભાઈ વાઘેલા, ભદ્રેશ મકવાણા, દર્શના વાઘેલા, જીતુ વાઘેલા, ડૉ. કીર્તિ વડાલિયા દ્વારા ચૂંટણી લડવાની પક્ષ સમક્ષ માંગણી કરી હતી.
જ્યારે ઉમેદવાર જાહેર થયા ત્યારે સાંસદ કિરીટ સોલંકીને હાંકી કાઢવામાં આવ્યા હતા. સાથે 19 લોકોનો દાવો પક્ષે ફગાલી દીધો હતો. ઉમેદવાર તરીકે અનુસૂચિત જાતિના 54 વર્ષના નરોડાના વતની, વણકર સમાજના આયાતી ઉમેદવાર દિનેશ મકવાણા છે. અમદાવાદ શહેરના ભાજપના શહેર પ્રવક્તા છે. અમદાવાદના નાયબ મેયર અને મહાનગર પાલિકાના કાયદા સમિતિના અધ્યક્ષ હતા.
દાવેદારો
- ડૉ. કિરીટ સોલંકી,સાંસદ, અમદાવાદ પશ્ચિમ
- દર્શના વાઘેલા,ધારાસભ્ય, અસારવા
- જીતુ વાઘેલા,પૂર્વ ધારાસભ્ય, દાણીલીમડા
- દિનેશ મકવાણા,પૂર્વ મેયર
- ડૉ. કીર્તિ વડાલીયા,પ્રદેશ ડોકટર સેલ કનવિનર
- ગિરીશ પરમાર,પૂર્વ મંત્રી
- નરેશ ચાવડા,પૂર્વ પ્રદેશ મંત્રી એસસી સેલ
- કિરીટ પરમાર,પૂર્વ મેયર
- વિભૂતિ અમીન,શહેર મંત્રી અમદાવાદ
- ભદ્રેશ મકવાણા,અસસી પ્રમુખ, અમદાવાદ શહેર
- હિતુ કનોડિયા,પૂર્વ ધારાસભ્ય, ઈડર
- મણી વાઘેલા,પૂર્વ ધારાસભ્ય
અમદાવાદ પૂર્વ
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી 20 દાવેદારો હતા.
લોકસભાની અમદાવાદ પૂર્વ બેઠક પર સાંસદ હસમુખ પટેલ, પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ, પૂર્વ મંત્રી વલ્લભ કાકડીયા અને પૂર્વ ગૃહ રાજ્ય ગોરધન ઝડફિયાના, પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપ જાડેજા, નરોડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય બલરામ થાવાણી, દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની રાઠોડ, પૂર્વ મેયર મીનાક્ષી પટેલ દ્વારા દાવેદારી નોંધાવી છે.
પંચમહાલ
30થી વધુ દાવેદારી હતી.
પંચમહાલ લોકસભા બેઠક માટે સાસુ અને વહુએ દાવેદારી નોંધાવી હતી. કાલોલના પૂર્વ ધારાસભ્ય સુમન ચૌહાણ અને તેમના સાસુ રંગેશ્વરી પ્રભાત ચૌહાણે દાવેદારી નોંધાવી હતી. સ્વ. સાંસદ પ્રભાત ચૌહાણના ધર્મ પત્નિ રંગેશ્વરી ચૌહાણ, ધવલ દેસાઈ અને શૈલેષ ઠાકર દ્વારા ચૂંટણી લડવાની દાવેદારી કરી હતી.
વડોદરા
વડોદરા બેઠક માટે 18 દાવેદારો હતા. 18માંથી 10 મહિલાઓ હતા. 3 નામો પર એકમત નહીં થતાં તમામ 18 ઉમેદવારોએ કરેલી દાવેદારી સંસદીય બોર્ડને સુપરત કરાઈ હતી. સાંસદો રંજન ભટ્ટ, વિદેશ પ્રધાન અને ગુજરાત રાજ્ય સભાના સભ્ય એસ. જયશંકર, પૂર્વ પોલીસ કમિશનર રાકેશ અસ્થાના અને પૂર્વ સાંસદ ટીવી કલાકાર રામાયણ – દીપિકા ચિખલિયા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ, મધ્ય ગુજરાત પ્રવક્તા ડો.જ્યોતિ પંડ્યા, મેયર પિન્કી સોની, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ, પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, દંડક બાળકૃષ્ણ શુક્લ, પૂર્વ સાંસદ જયા ઠક્કર, પૂર્વ મેયર ડો. જ્યોતિ પંડયા, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી, હેના ભૂપેન્દ્ર લાખાવાલા, સુરેશ ધૂળા પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ દાવેદાર હતા.
વડોદરા બેઠક માટે દાવેદાર કોણ-કોણ?
છોટા ઉદેપુર
છોટા ઉદેપુર લોકસભા બેઠક માટે બોડેલી ખાતે 27 નેતાઓએ દાવેદારી નોંધાવી હતી. સાંસદ ગીતા રાઠવા, પૂર્વ સાંસદ રામસીંગ રાઠવા, જીલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, જયંતિ રાઠવા,જશુ રાઠવા, પરેશ રાઠવા, સંગ્રામ રાઠવા, જંયતિ રાઠવાના નામ ચર્ચામાં હતા. ભાજપમાં જોડાયેલા આદિવાસી નેતા નારણ રાઠવા કે તેમના પુત્ર સંગ્રામના નામ ચર્ચામાં છે. છોટાઉદેપુર બેઠક પર ગીતા રાઠવાનું પત્તુ કપાવાની પહેલેથી વાત હતી.
દાહોદ
દાહોદ બેઠક પરથી 13 દાવેદારો હતા. સાંસદ યશવંતસિંહ ભાભોર, સંતરામપુરના ધારાસભ્ય અને હાલ રાજ્યના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર, ભાજપ જિલ્લા પ્રમુખ શંકર અમલીયાર, દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલ વાઘેલા,
ખેડા – અમદાવાદ
ખેડા લોકસભા બેઠક પર 12 દાવેદારો હતા.
સાંસદ દેવું ચૌહાણ, ધારાસભ્ય અર્જુન ચૌહાણ અને અર્જુન બ્રહ્મભટ્ટ, અમૂલના અધ્યક્ષ વિપુલ પટેલ
ખેડા જિલ્લાની 5 અને અમદાવાદ જિલ્લાની બે એમ કુલ 7 વિધાનસભા ખેડા લોકસભા બેઠકમાં આવે છે.
આણંદ
આણંદ બેઠક પર 22 દાવેદારો હતા. દાવપેચ અને લોબિંગ હતા. સાંસદ મિતેશ પટેલ, રમણ સોલંકી, પૂર્વ સાંસદ દિલીપ પટેલ, આણંદ જીલ્લા પ્રમુખ રાજેશ પટેલ (ધર્મજ), જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મહેશ પટેલ, સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ, ખંભાતના પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ દાવેદાર હતા.
મિતેશ પટેલને રિપીટ કરે તો નવાઈ નહીં. ભાજપે ભૂતકાળમાં જયપ્રકાશ પટેલ અને દિપક પટેલને ફરીથી ઉમેદવાર બનાવ્યા ત્યારે હાર્યા હતા.
ભરૂચ
2019માં થયેલી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર માત્ર 4 દાવેદાર હતાં. સરખામણીએ 12 દાવેદારો હતા. ગત ચૂંટણી કરતાં 3 ગણા વધ્યાં હતા. સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ અટોદરીયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, કિરણ મકવાણા, પૂર્વ મંત્રી મોતી વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, અગ્રણી શંકર વસાવા, ઝઘડિયાના અગ્રણી પ્રકાશ દેસાઇ અને ભરૂચના કનુ પરમાર તથા ભરૂચના જાણીતા સર્જન ડૉ. જયંતિ વસાવાએ ટિકિટ માટે દાવેદારી કરી છે. ભાજપના પૂર્વ સંસદીય સચિવઅને પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા દાવેદાર હતા.

દાવેદારની સંખ્યા – 443
ગાંધીનગર – 01
નવસારી – 01
જામનગર – 03
ખેડા – 12
જૂનાગઢ – 09
પાટણ – 11
સુરત – 15
અમદાવાદ પશ્ચિમ – 20
અમદાવાદ પૂર્વ – 20
સુરેન્દ્રનગર – 11
ભાવનગર – 21
વલસાડ – 15
દાહોદ – 13
અમરેલી – 22
રાજકોટ – 13
ભરૂચ – 12
બનાસકાંઠા – 31
બારડોલી – 15
આણંદ – 22
પોરબંદર – 15
વડોદરા – 18
પંચમહાલ – 30
સાબરકાંઠા – 34
છોટા ઉદેપુર – 27
મહેસાણા – 34
કચ્છ – 18
કૂલ દાવેદાર – 443
કેન્દ્ર સરકારનો કાર્યકાળ 30 મે, 2024ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડવા માંગતા હોય એવા 26 લોકસભાની બેઠક ઉપર 443 દાવેદારો નોંધાયા છે. જેમાંથી 104 દાવેદારોને ઉમેદવાર બનાવવા પેનલમાં નામો મોકલાયા હતા. જેમાં ઘણા ઉમેદવારો તો એવા છે કે તે તેના પક્ષના સત્તાવાર ઉમેદવારને નડે તેમ છે.
10 બેઠક પર આંતરિક વિખવાદો
દાહોદ, ભરૂચ, જામનગર, વડોદરા, વલસાડ, આણંદ, પાટણ, બારડોલી, રાજકોટ, પોરબંદર બેઠકો પર ઉમેદવારોમાં આંતરીક ટખા છે. તેઓ જાહેરમાં કે ખાનગીમાં સત્તાવાર ઉમેદવારને પછાડવા રાજકીય કાવાદાવા કરી શકે છે. પ્રદેશ સંસદીય બોર્ડમાં પ્રથમ વખત સાંસદ-ધારાસભ્યોને બાકાત રખાયા હતા. સંસદીય બોર્ડમાં શહેર-જિલ્લાના પ્રમુખ, મહામંત્રીઓ તેમજ પ્રભારી હતા. તેથી ચૂંટાયેલાં પ્રતિનિધિઓ ઘણી બેઠકો પર નારાજ હતા.
દાવેદારોની સંખ્યામાં વધારો થાય તો જે સ્થિતિ સર્જાય તેને પહોંચી વળવા ભાજપ સંગઠન દ્વારા વ્યુહરચના ઘડી હતી. આંતરિક કલહ સપાટી પર જોવા મળી રહ્યો છે. મોકાની રાહ જોઈ રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પૈકી 10 બેઠકો એવી મનાઈ રહી છે કે, જ્યાં ભાજપમાં અંદરો અંદર ડખા છે. જેમાં છે. આ બેઠકોમાં સત્તાધારી ભાજપના સાંસદોના વિરૂદ્ધમાં જ સંગઠન, જીલ્લાના નેતાઓ, ધારાસભ્યો, મંત્રીઓ કે પૂર્વ મંત્રીઓ જેવા નેતાઓ અંદરખાને મેદાને પડેલા છે. જેને લઈને લોકસભાની આગામી ચૂંટણીમાં બળવાખોરી થવાનો પક્ષને ભય છે. ત્યારે ડેમેજ કંટ્રોલ કરવા અત્યારથી જ ભાજપે કમર કસી છે. આ પાંચ બેઠકોને ભાજપ આકાંક્ષી બેઠકો તરીકે ગણી રહ્યું છે.