એલ.સી.બી. ટીમ છોટાઉદેપુર ટાઉનમા પેટ્રોલીંગમા હતા દરમિયાન ખાનગી રાહે હકિકત મળેલ કે એક ઇમસ સફેદ તથા ભુરી ઉભી લીટીઓ વાળુ આખી બાઇનું શર્ટ તથા કમરમાં આછા વાદળી કલરનો પેન્ટ પહેરેલ છે તે ઇશમ પીળી ધાતુની સેરો લઇને તેને સોના નું જણાવી શંકાસ્પદ હાલતમાં છોટાઉદેપુર ટાઉનમાં બસ ડેપો વિસ્તારમાં ફરી રહેલ છે તે દરમ્યાન બાતમી હકીકતમાં જણાવ્યા મુ્જબના વર્ણન વાળો ઇસમ પેટ્રોલપંપ ચોકડી બાજુથી ચાલતો આવતો હોય જે શંકાસ્પદ જણાતા તેને કોર્ડન કરી પકડી લીધેલ અને તેનું નામ-ઠામ પુછતા તે પોતાનું નામ ગજારામ રામારામ જાતે ડાભી (વાઘરી) ઉ.વ-૫૫ રહે- છેવડી તા-બાગોડા જી-જાલોર (રાજસ્થાન) હાલ રહે- અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશનની બાજુમાં ખુલ્લામાં રહેતો હોવાનું જણાવેલ તેની અંગ ઝડતી તપાસ કરતા તેના પેન્ટના ચોર ખિસ્સા માથી એક કાળા કલરની નાની થેલી મળી આવેલ જેમા પીળા કલરની ધાતુની સેરો નંગ-૧૬ આશરે ૧ કિલો ૪૪ ગ્રામ જેટલુ મળી આવેલ જે પીળી ધાતુની સેરો ક્યાંથી? કોની પાસેથી? લાવેલ તે બાબતે પુછપરછ કરતા. સદરી પીળા કલરની ધાતુની સેરો પોતે અમદાવાદના કાલુપરુ રેલ્વે સ્ટેશનની સામે ચોકડી પાસે પાનબીડીનું છુટક વેચાણ કરતો દેવજી બાબા નામના ઇસમે વેચાણ કરવા માટે આપેલ અને વેચાણ થાય તો અડધા પૈસા આપવાનું નક્કિ કરેલાનું જણાવેલ તે પીળી ધાતુની સેરોનું બીલ કે કોઇ આધાર પુરાવો રજુ કરવા જણાવતા તે રજુ કરતો ન હોય અને સંતોષકારક જવાબ આપતો ન હોય અને ગલ્લા-તલ્લા કરી ઉડાવ જવાબ આપતો હોય અને સદરી ક્યાંક થી ચોરી કરી અથવા કોઇની પાસેથી છળકપટથી મેળવેલ હોવાનું જણાંય આવતા ઉપરોક્ત પીળા કલરની ધાતુની સેરો નંગ-૧૬ આશરે ૧ કિલો ૪૪ ગ્રામ ની કીમંત રૂ/-૧૫૦૦/-ની ગણી CRPC-કલમ-૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી પકડાયેલ ઇસમને CRPC-કલમ-૪૧(૧)(ડી) મુજબ કાયદેસરની કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પો.સ્ટે. ખાતે સોંપવામા આવેલ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.