ગગડતા રૂપિયાની અસર હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો કરી રહી છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઐતિહાસિક વધારા બાદ નબળા રૂપિયાની આગ હવે સીએનજી અને પીએનજીના ભાવ સુધી પણ પહોંચી શકે છે. ઘરેલુ નેચરલ ગેસની કિંમતમાં છ માસિક સુધારો ઓક્ટોબરમાં થશે અને ત્યાર બાદ સીએનજી અને પીએનજીની કિંમતોમાં પણ વધારો ઝીંકાશે. ઘરેલુ ફિલ્ડમાંથી નીકળતા ગેસના બેઝ પ્રાઇસમાં ૧૪ ટકા (રૂ. ૨૫૨) એટલે કે ૩.૫ ડોલર પ્રતિયુનિટ વધવાની શક્યતા છે. માર્ચ-૨૦૧૬માં ગેસની કિંમતમાં સર્વાધિક ૩.૮૨ ડોલરનો પ્રતિયુનિટ વધારો થયો હતો. નેચરલ ગેસની કિંમત ગેસ સરપ્લસ માર્કેટ જેવા કે અમેરિકા, કેનેડા, યુકે અને રશિયામાં પ્રવર્તતા એવરેજ રેટના આધારે દર છ મહિને નક્કી કરવામાં આવે છે.
આમ, નબળા રૂપિયાના કારણે તમામ શહેરમાં સીએનજી અને પીએનજીની કિંમતમાં વધારો થશે. રૂપિયામાં ઘટાડાના કારણે સીએનજી અને પીએનજી સર્વિસ પ્રોવાઇડર માટે નેચરલ ગેસ મોંઘો થઇ જાય છે જેથી તેઓ કિંમત વધારવા મજબૂર બને છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.