Gujarat: પ્રાંતિજના ખેડૂત કલ્પેશ પટેલને એક મહિના પહેલાં તેના લંડનમાં રહેતાં પુત્રના લગ્નના દિવસે જ ગુજરાત સરકારે શ્રેષ્ઠ ખેતી માટેનો પુરસ્કાર આપ્યો હતો. તેઓ બ્રોકલીની ખેતી 10 વર્ષથી કરી રહ્યાં છે. 50 હજારનો એવોર્ડ મહિના પહેલાં મળ્યો હતો. 24 ડિસેમ્બર 2023માં સન્માન અમદાવાદમાં સન્માન કરાયું હતું. ત્યારે 7 ખેડૂતોને આત્માનો શ્રેષ્ઠ ખેડૂતનો પુરસ્કાર મળ્યો હતો.
કલ્પેશભાઈ કહે છે કે, પહેલાં વર્ષે જ્યારે તેમણે ખેતી કરી ત્યારે આ ફુલ શાક લેવા માટે પ્રાંતિજમાં કોઈ તૈયાર ન હતું. બધા બ્રોકોલીને આશ્ચર્યથી જોતા હતા. તેઓ આ શાકને અમદાવાદ લઈ ગયા જ્યાં તેમને 10 વર્ષ પહેલાં એક કિલોના રૂ.50નો ભાવ મળ્યો હતો. હવે તેમની બ્રોકલી એટલી પ્રખ્યાત થઈ ગઈ છે. તે તેમના ખેતરમાં તેઓ લીલી બ્રોકલીનું મબલખ ઉત્પાદન મેળવે છે.
રોમેનેસ્કો બ્રોકોલી
કલ્પેશભાઈએ હવે તેના ખેતરમાં રોમેનેસ્કો જાતની શંખ આકારની અદભૂત બ્રોકોલી વાવે છે. રોમેનેસ્કો બ્રોકોલી હકીકતમાં ફૂલકોબીની ખેતી છે, બ્રોકોલી નહીં. તે બ્રાસિકા ઓલેરેસીઆ પ્રજાતિની ખાદ્ય ફૂલની કળી છે, જેમાં નિયમિત બ્રોકોલી અને ફૂલકોબીનો પણ સમાવેશ થાય છે. તે રંગમાં ચાર્ટ્ર્યુઝ છે, અને તેનું સ્વરૂપ કુદરતી રીતે ફ્રેકટલની આસપાસ છે. 300થી 500 ગ્રમનું ફુલ થાય છે. અસામાન્ય આકારના ફૂલો ભોજનના ટેબલ પર વાતચીતનો વિષય બનાવે છે. તે દરેક ફૂલ પર ચોક્કસ ભૌમિતિક પેટર્ન ધરાવે છે. જે સ્નોવફ્લેક્સ તરીકે અનન્ય છે. કાચી ખાવા માટે ખૂબ સુંદર છે. શેક્યા કે બાફ્યા પછી તેનો સ્વાદ અદભૂત આવે છે. ગુજરાત માટે તે નવી વેરાયટી છે.
ફૂલકોબીની નજીકનું આ ફુલ છે. જે, રોમેનેસ્કો લેઝિયો, ઇટાલી, રોમના પ્રદેશમાંથી આવે છે. રોમમાં તેઓ તેને વેજી કહે છે, બ્રોકોલો રોમાનો અથવા રોમન બ્રોકોલી તરીકે ઓળખાય છે.
શંખવાળી બ્રોકલી
શંખ આકારની રોમેનેસ્કો બ્રોકલીની નવી જાત વાવી હતી. પણ તે 120 દિવસે તૈયાર થતી હોવાથી ખેડૂતોને મોંઘી પડે છે. જાન્યુઆરીથી માર્ચ સુધી તેનું વાવેતર થાય છે. 500થી 1000 ગ્રામ થાય છે. 100 રૂપિયે એક નંગ વેચાય છે. છોડ 3 ફુટ થાય છે. 16 બાય 16 પ્લાંટ લવાવવામાં આવે છે. જંતુનાશક દવા છાંટવામાં આવતી નથી. જીવાત લાગતી નથી. ગોબર – ફોસ્ફરસ – નાઈટ્રોજન ખાતરનો સ્પ્રે મારે છે. આ જાત પહાડી છે. જેનો શુપ સારો બને છે. સલાડમાં ખાય શકાય છે.
અવકાશમાંથી એલિયન જેવા દેખાતા, રોમેનેસ્કો એ એક અસામાન્ય શાકભાજી છે. રોમેનેસ્કો બ્રોકોલી અથવા રોમન ફૂલકોબી પણ કહેવાય છે. પણ તે એક નથી. ઈટાલીયન ખેતીની પરંપરા છે. 16મી સદીથી પાક લેવાય છે. બ્રોકોલી અથવા કોબીજની જેમ ઉગાડવામાં સરળ છે. તે ઠંડી મોસમનો છોડ છે. જંતુ અને રોગની સમસ્યાઓ માટે સંવેદનશીલ હોય છે. પાંદડા પર ઈંડા મૂકતી જીવાતો હોય છે. પ્લાસ્ટિકમાં એક અઠવાડિયા સુધી રેફ્રિજરેટરમાં રાખી શકાય છે.
આરોગ્યના લાભ
તમામ પોષક તત્વોને કારણે બ્રોકલી બજારમાં ઊંચી કિંમતે વેચાય છે. રિબોફ્લેવિન, નિયાસિન અને થાઈમીન પણ પર્યાપ્ત માત્રામાં હોય છે. તેમાં કોબીજ કરતાં 130 ગણું વધુ વિટામિન A અને કોબી કરતાં 22 ગણું પ્રોટીન વધારે છે.
લોહી વધે તે માટે તબિબો મહિલાઓને ખાવાની ભલામણ કરવા લાગ્યા છે. ગર્ભવતી સ્ત્રીઓ માટે સારી છે. ત્યારથી બ્રોકલીની માંગ સારી એવી વધી છે. કોરોનાના રોગચાળા પછી વધારે માંગ છે. મહિનામાં બે વખત બ્રોકોલી ખાવી જોઈએ. ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. આયર્ન, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, પોટેશિયમ , કેલ્શિયમ, ક્રોમિયમ છે. હાડકા, દાંત, આંખો, હૃદય, બીટા કેરોટિન હોવાથી તે શરિરમાં વિટામિન એમાં ફેરવાય જાય છે.
વિટામિન એ, કે, સી, ઈ, બી-કોમ્પ્લેક્સ છે. વિટામિન કે આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. રોગપ્રતિકારક શક્તિ, ચરબી, વજન ઘટાડવા, વાળ , વૃદ્ધત્વ ઘટાડવા, ભૂખ ઓછી કરવામાં મદદ કરે છે. ફોલેટના કારણે કેન્સર, હૃદય રોગ સામે લડે છે. ત્વચાને સ્વાસ્થ્ય, ચમકીલી બનાવે છે.
હાઈ બ્લડપ્રેસર, કોલ્સ્ટ્રોલ, પીએચ, એલર્જી, મેટાબોલિઝમ, શરીરને ડિટોક્સીફાઈડ કરે છે.
ડિપ્રેશનથી બચવે છે. બ્રોકોલીમાં ભરપૂર માત્રામાં ફોલેટ હોય છે. તે મૂડ સુધારે છે. બ્રોકોલી ઠંડક આપનારી પ્રકૃતિ ધરાવે છે. શરીરની ગરમી ઓછી થાય છે. પાચન માટે અનુકૂળ છે.
બ્રોકોલી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે. ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડે છે, જેના કારણે જમ્યા પછી લોહીમાં ગ્લુકોઝ ધીમે ધીમે વધે છે.
હૃદય અને પેટને આ શાકભાજીની જરૂર છે. જ્યારે બ્રોકોલી એલડીએલ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકે છે, તે પાચન અને ચયાપચયને પણ વધારે છે. શાક હૃદયની સાથે પેટને પણ સ્વસ્થ રાખે છે.
લીવરને નુકસાન થવાનું જોખમ ઘટાડી શકે છે પરંતુ ફેટી લીવરની સમસ્યામાં પણ રાહત આપી શકે છે. હેપેટોપ્રોટેક્ટીવ ગુણો લીવર રોગના જોખમને ઘટાડી શકે છે અને લીવરને રક્ષણ પૂરું પાડે છે.
ઓછા જંતુનાશક
લીલી બ્રોકોલીનો પાક એટલો મજબૂત છે કે તેમાં રોગ આવતો નથી. ઈયળ ઓછી પડે છે. જીવાત તેમાં થતી નથી. દવા ઓછી છાંટવી પડે છે.
વાવેતર
24 જાન્યુઆરી 2024માં ગુજરાતમાં શિયાળુ શાકભાજીનું વાવેતર 2 લાખ હેક્ટર થયું હતું. સરેરાશ એટલું વાવેતર થાય છે. શાકભાજીનું શિયાળામાં મબલખ વાવેતર ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, સુરતમાં થાય છે. જ્યાં 10 હજાર હેક્ટરથી વધારે વાવેતર આખા વર્ષનું 2023-24માં થયું હતું.
ઠંડા પ્રદેશોમાં થતી બ્રોકોલી હવે ગુજરાતમાં સારા પ્રમાણમાં થવા લાગી છે. શાકભાજીમાં બ્રોકોલીની ખેતી ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. અનેક પ્રકારના પોષક તત્વો સાથેના આ શાકભાજીની બજારમાં ઘણી માંગ છે. તે મોટા મોલ્સ અને બજારોમાં વેચાય છે. ઘણી મોટી હોટલોમાં લોકો આ શાક ખૂબ જ ઉત્સાહથી ખાય છે.
ઉત્પાદન – ભાવ
60 દિવસે ઉત્પાદન આપે છે. શિયાળામાં જ થાય છે. ટ્રેક્ટર અંદર જાય એ રીતે કલ્પેશભાઈ વાવેતર કરે છે. તેથી મજૂરી ઓછી થાય છે. 2થી 5 હજાર છોડ વાવે છે. બ્રોકલીના ભાવ 30થી 60 રૂપિયા કિલો સુધી મળે છે. ખેડૂતોએ વધારે વાવેતર કરવું ન જોઈએ. જેથી બજાર મળી રહે. બેથી અઢી વીઘા વાવે છે. છૂટક બજારમાં પ્રતિ કિલો 80 થી 100 રૂપિયાના ભાવે વેચાતી બ્રોકોલીનો ખેડૂતોને ભાવ રૂ.30થી 60 મળે છે. ખેડૂતોને સારું આર્થિક વળતર અપાવી રહી છે. વાતાવરણની પ્રતિકૂળતા ગુજરાતમાં છે. બ્રોકોલીના છોડ ફ્લાવર કે કોબીજ જેવા હોય છે. ફુલ કુળનું એક શાકભાજી છે. લીલા ફુલ તરીકે વેચાણ થાય છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉત્તમ મનાતી બ્રોકલી પ્રત્યેક ઘરના રસોડા સુધી પહોંચવામાં આજે સફળ બનતી જોવા મળી નથી. પોષણની દૃષ્ટિએ તે સામાન્ય કોબી કરતાં ઘણી વધુ ફાયદાકારક છે.
1 કિલોનું ફૂલ
1 કિલોની બ્રોકલી તેઓ તૈયાર કરે છે. કાચી ખાઈ શકાય છે. બ્રોકલરી પર વાતાવણની અસર બહું થતી નથી. સુકારનો રોગ આવ્યો નથી. શંખવાળી બ્રોકોલી 130 દિવસે તૈયાર થાય છે. એક કિલોના રૂ.100 તેઓ ભાલ લે છે. માંગ ઓછી છે.
ભારત-ગુજરાતમાં ઉત્પાદન
બ્રોકોલી ઉત્પાદક 5 ટોચના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન પાંચમું છે.
ભારતમાં બ્રોકોલીનું ઉત્પાદન લગભગ 80 લાખ ટન છે. બ્રોકોલી એ કોબીના શાકભાજી હેઠળનો મુખ્ય પાક છે. મૂળભૂત રીતે તેનો ઉપયોગ શાકભાજી, સૂપ અને સલાડ તરીકે થાય છે. ચીન પછી ભારત વિશ્વનો બીજો સૌથી મોટો બ્રોકોલી ઉત્પાદક દેશ છે. બ્રોકોલી ઉત્પાદક રાજ્યો પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, મધ્ય પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઝારખંડ છે. બ્રોકોલીના મુખ્યત્વે બે પ્રકાર છે – અંકુરિત બ્રોકોલી અને હેડિંગ બ્રોકોલી. બોલ લીલા, સફેદ અને જાંબલી રંગોમાં જોવા મળે છે. ભારતમાં લીલા રંગની બ્રોકોલી વધુ લોકપ્રિય છે. કેલિફોર્નિયામાં 2021માં 624,107 ટન, એરિઝોના 76,813 ટન થયું હતું.
ફ્લાવર કોબીનો ભંડાર
બ્રોકલી અને કોબીફ્લાવર સરખા પાક છે.
સાબરકાંઠા જિલ્લો ફ્લાવર કોબીનો ભંડાર ગણાય છે. આખા ગુજરાતમાં સૌથી વધારે કોબીફ્લાવરનું વાવેતર થાય છે. જેમાં પ્રાંતિજ તાલુકો આગળ છે. સાબરકાંઠામાં 2022-23માં 52 લાખ હેક્ટરમાં 16 લાખ ટન શાકભાજી પેદા થયું હતું. જેમાં હેક્ટર દીઠ 31 ટન શાકભાજી પાક્યા હતા. જિલ્લામાં પ્રાંતિજ તાલુકો શાકભાજીના વાવેતરમાં સૌથી આગળ છે. સાબરકાંઠામાં 5 હજાર હેક્ટરમાં કોબીનું વાવેતર થયું હતું જેમાં 1.83 લાખ ટન કોબી પેદા થઈ હતી. 36.54 ટન હેક્ટરે ઉત્પાદન મળે છે. જ્યારે 5350 હેક્ટરમાં કોબીફ્લાવરનું વાવેતર થયું હતું જેમાં 1.73 લાખ ટન પેદાશ મળી હતી. 32 ટનની ઉત્પાદકતાં હતા. ગુજરાતમાં 34500 હેક્ટરમાં 7.83 લાખ ટન કોબીફ્લાવરનું ઉત્પાદન થયું હતું. હેક્ટરે 22.70 ટન પેદા થઈ હતી.
બીજા નંબર પર રાજકોટ આવે છે. જ્યાં 3054 હેક્ટરમાં 63600 ટન કોબીફ્લાવર પેદા થઈ હતી. 21 ટનની ઉત્પાદકતા રાજકોટમાં મળે છે. છોટાઉદેપુરમાં 39 ટનની સૌથી વધારે ઉત્પાદકતા મળે છે.
નર્સરીમાં રોપા
બ્રોકોલીની ખેતી માટે નર્સરી તૈયાર કરવાનો સમય સપ્ટેમ્બર-ઓક્ટોબર છે. 3 ફૂટ લાંબી અને 1 ફૂટ પહોળી અને 1.5 સે.મી. પથારીમાં બીજ વાવવામાં આવે છે. 400 થી 500 ગ્રામ પ્રતિ હેક્ટર બીજ વવાય છે. સડેલું છાણ ખાતર ઉમેર્યા પછી, બીજને 4-5 સે.મી.ના અંતરે હરોળમાં વવાય છે. 2.5 સે.મી.ના અંતરે. વાવણી 15 સે.મી.ની ઊંડાઈએ કરવામાં આવે છે. લીમડાનો ઉકાળો અથવા ગૌમૂત્રનો ઉપયોગ જીવાતોથી બચાવવા કરી શકાય છે. બીજને ફૂગનાશક માટે સારવાર કરવામાં આવે છે.
ખેતી
4 થી 5 અઠવાડિયામાં તેના છોડ ખેતરમાં રોપવા માટે લાયક બની જાય છે. રોપણી વખતે પંક્તિથી પંક્તિનું અંતર 45 સે.મી. અને છોડથી છોડનું અંતર 30 સે.મી.નું રાખવું જોઈએ. રોપણી વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો જોઈએ. બ્રોકોલીની ખેતી માટે 18 થી 23 ડિગ્રી વચ્ચેનું તાપમાન વધુ સારું છે. રેતાળ લોમ જમીન તેની ખેતી માટે ખૂબ જ સારી છે. પાકને દર 10-15 દિવસે પિયત આપવું જોઈએ. ખેતરમાં વધુ પાણી ભરાય તો પાક બગડી શકે છે. સલામતી માટે બીજા વર્ષે જે જ જમીનમાં પાક વાવવામાં આવતો નથી.
અત્યાર સુધી, ખેડૂતો શિયાળામાં બ્રોકોલીની ખેતી કરતા હતા. કારણ કે તેને 18 થી 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે. પરંતુ હવે 37 થી 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બ્રોકોલીની ખેતી થઈ શકે છે. શિયાળા કરતાં ઉનાળામાં બ્રોકોલીના ભાવ વધુ સારા મળે છે. પોલીહાઉસ, પાક સારો રહે છે.
જાતો
બ્રોકોલીની મુખ્યત્વે ત્રણ જાતો છે, સફેદ, લીલો અને જાંબલી. લીલી જાત લોકો પસંદ કરે છે. નાઈન સ્ટાર, પેરીનેલ, ઈટાલિયન ગ્રીન સ્પ્રાઉટિંગ અથવા સેલેબ્રસ, બાથમ 29 અને ગ્રીન હેડ બ્રોકોલીની મુખ્ય જાતો છે. સંકર જાતોમાં પાઇરેટ પેક, પ્રીમિયમ ક્રોપ, ક્લિપર, ક્રાઉઝર, સ્ટિક અને ગ્રીન સર્ફ છે.
ઉત્પાદન
લણણી મોડી થાય તો તે ફાટવા લાગે છે. ઝૂંડ વેરવિખેર થઈ જાય છે. 60 થી 65 દિવસમાં લણણી થાય છે. હેક્ટર દીઠ સરેરાશ 12 થી 15 ટન ઉપજ આપી શકે છે. હેક્ટરમાં 80 થી 100 ક્વિન્ટલ બ્રોકલીનું ઉત્પાદન થઈ શકે છે. બજારમાં તે રૂ.50 પ્રતિ કિલો સુધી વેચાય છે. આવી સ્થિતિમાં જો ખેડૂત આ પાકની યોગ્ય ખેતી કરે તો તે બે-ત્રણ મહિનામાં સરળતાથી 4-5 લાખનો નફો કમાઈ શકે છે.
અન્ય ખેડૂતો
ગુજરાતમાં ગણ્યાગાંઠ્યા ખેડૂતો બ્રોલોકીની ખેતી કરે છે