Gujarat: ગુજરાત યુનિવર્સિટીના કૃષિ અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક ડો. પ્રદીપ પ્રજાપતી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે.
ગુજરાત વિશ્વ વિદ્યાલયના કૃષિ અર્થશાસ્ત્રી 36 વર્ષ સુધી ખેતી અર્થશાસ્ત્ર ભણાવતાં રહ્યાં હતા. હવે તેઓ ખેડૂત બન્યા છે. જાતે ખેતી કરે છે. આ પ્રોફેસર વર્ષે 400થી 500 વિદ્યાર્થીઓને કૃષિ અર્થશાસ્ત્ર ભણાવતાં હતા. આ પ્રાધ્યાપક – પ્રોફેસરે 40 વિદ્યાર્થીઓને કૃષિ માટે પીએચડી કરાવ્યું છે. તેમણે 50 જેટલાં સંશોધન પત્ર લખ્યા છે. તેમને આંતરરાષ્ટ્રીય ડીલીટની પદવી મળી છે. આવા પ્રોફેસર બીજા કોઈ નહીં પણ ડો. પ્રદીપ પ્રજાપતિ છે.
એચએલ કોમર્સ કોલેજમાં 3 વર્ષ પ્રાધ્યાપક તરીકે કામ કરીને તેઓ Gujarat વિશ્વ વિદ્યાલયમાં ડીપાર્મેન્ટ ઓફ ઈકોનોમિક્સમાં એગ્રિકલ્ચર ઈકોનોમિક્સ ભણાવતાં હતા. તેઓ 6 વર્ષ સુધી આટર્સ અને કોમર્સ ફેકલ્ટીના ડીન હતા.
પીએચડી
ડોક્ટર ઓફ ફિલોસોફી માટે, પીએચડી ટૂંકો શબ્દ છે. શૈક્ષણિક અથવા વ્યાવસાયિક ડિગ્રી છે જે, મોટાભાગના દેશોમાં, ડિગ્રી ધારકને યુનિવર્સિટી સ્તરે તેમના પસંદ કરેલા વિષયને શીખવવા અથવા તેમના પસંદ કરેલા ક્ષેત્રમાં વિશિષ્ટ પદ પર કામ કરવા માટે લાયક ઠેરવે છે. 2000માં તેમણે ફાર્મ સાઈઝ પ્રોડકેટીવીટી ઉપર પીએચડી કર્યું હતું.
ખેડૂત બનવાનું કારણ
તેઓ ખેડૂત બનવા માટેનું કારણ એવું આપે છે કે, ગુજરાતમાં ખેડૂતોની જમીન નાની થઈ રહી છે. તેઓ ખેતી છોડી રહ્યાં છે. નાની જમીનના ટૂકડા વેચીને ખેતમજૂર બની રહ્યા છે. તે ચિંતાનો વિષય છે. બીજું ખેતીને પગભર કરવા માટે બજાર વ્યવસ્થા નથી. ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરીને તેનું સારું બજાર ઊભું કરવું. આ મુખ્ય કારણ ખેડૂત બનવા પાછળના છે. ખેરવા ગામના લોકો બાગાયતી પાક વધારે વાવે છે. જેમાં લીંબુ જામફળ બોરની ખેતી કરે છે. કાકડી પેદા કરે છે.
જાપાનની ખેતીની પ્રેરણા
હીરોસીમા અણું બોંબ પછી કૃષિ ક્ષેત્રે જાપાને 1998માં નવી ખેતી પદ્ધતિ અપનાવી હતી. તે પણ ભારતના અર્થશાસ્ત્રીની અમર્ત્ય સેનના 1961માં ભારતમાં નાની ખેતી પરના સંશોધન પરથી પ્રેરણા લઈને ખેતી શરૂ કરી હતી. જેમાં જાપાને મોટી જમીનો હતી તેના નાના ટૂકડાં કરીને તે ખેડૂતોને આપીને ખેતી શરૂ કરી હતી. જાપાનની ખેતી નાના ખેડૂતોના કારણે ઊંચી આવી હતી. જેનાથી પ્રેરાઈને પ્રદીપ પ્રજાપતિએ તેના પર પીએચડી કર્યું હતું. જાપાને મોટા ફાર્મને નાના ફાર્મ કરી દીધા હતા. તેમાંથી પ્રેરણા લઈને તેઓએ ગઈ દિવાળી પર મહેસાણના ગામમાં 10 વીઘા જમીન લઈને ખેતી શરૂ કરી છે.
ખેડૂત મટી ગયા
મહેસાણાથી 10 કિલો મીટર દૂર અલોડ (પાચોટ પાસે) ગામમાં તેમની જમીન હતી. પ્રો. પ્રદીપ પહેલેથી ખેડૂતના દિકરા રહ્યાં છે. તેમના પિતા પાસે દોઢ વીઘા જમીન હતી. ખેતી પરવડતી ન હોવાથી જે વર્ષો પહેલાં વેચી દીધી હતી. પણ તેનો દસ્તાવેજ કર્યો ન હતો. ખેડૂત તરીકે નામ ચાલું હતું. બાપદાદાની જમીન વેચાઈ ગઈ તેનું તેને દુઃખ હતું. તે સમયે પ્રદીપ ખેતરોમાં મજૂરી કામે જતાં હતા. પછી મહેસાણામાં એક તબીબને ત્યાં કમ્પાઉન્ડ તરીકે રૂ.185માં નોકરી કરીને પોતાનો ભણવાનો ખર્ચ કાઢતાં હતા. ભણવા માટે પોતાના ગામ અલોડથી મહેસાણા રોજ 10 કિલો મીટર ચાલીને જતાં અને ચાલીને આવતાં હતા. મજૂરી કરીને ફી ભરતાં હતા. હવે તેઓ નિવૃત્ત થયા ત્યારે રૂ.3 લાખનો પગાર હતો.
ચિંતા
ગુજરાતમાં 60 ટકા ખેડૂતો નાના ટૂકડા પર ખેતી કરે છે. નાના ટુકડા પર ખેતી કરવી આર્થિક રીતે તેમને પરવડતી નથી તેથી તેઓ જમીન વેચી રહ્યાં છે. તેઓ ખેત મજૂર બને છે અથવા વિદેશ જવા માટે તે રકમ વાપરે છે. તેથી તેઓ નાના ખેડૂતોને આર્થિક રીતે કઈ રીતે પગભર કરી શકાય તેનું મોડેલ તૈયાર કરવા માંગે છે. જેથી ગુજરાતમાં એક હેક્ટર કે એક એકર જમીન ધરાવતાં 25 લાખ ખેડૂતોને ખેતરો વેચતા અટકાવી શકાય. આ માટે તેમણે 10 વીધા જમીન પર પ્રયોગો શરૂ કર્યા છે. જેમાં દોઢ વીઘા જમીન પર પ્રાકૃતિક ખેતી અંગે પ્રયોગ કર્યો છે. જે ખેતરમાં એક પાક વાવવાના બદલે 7 મિત્ર પાક ઉગાડ્યા છે. એ પાક એવા છે કે, એક બીજાના ખોરાક કે પોષક તત્વો પૂરા પાડે છે.
ખેત મજૂર
ગુજરાતમાં ખેતી પર નભતાં ખેડૂત કુટુંબના પ્રતિ સભ્યની આવક પ્રતિ દિવસ રૂ. 61થી 70 છે. ગુજરાતનું ખેડૂત કુટુંબ મહિને માંડ રૂ.10 હજારની આવક મેળવે છે. મધ્યપ્રદેશ (રૂ. 7,919), બિહાર (રૂ. 7,175), આંધ્રપ્રદેશ (રૂ. 6,920), ઝારખંડ (રૂ. 6,991), ઓડિશા (રૂ. 7,731), ત્રિપુરા (રૂ. 7,731), ઉત્તર પ્રદેશ (રૂ. 6,668) અને પશ્ચિમ બંગાળ (રૂ. 7,756), ગુજરાત (રૂ.10,518) પંજાબ (રૂ. 23,133), હરિયાણા (રૂ. 18,496) માં ખેડૂતોની તુલનાત્મક રીતે ઊંચી સરેરાશ માસિક આવક નોંધાઇ હતી.
ખેતીની પડતી
6 લાખ ખેતર અડધા હેક્ટરના હતા તે 10 વર્ષ પછી વધીને 12 લાખ થઈ ગયા છે. 2 હેક્ટર જમીન હોય એવા 40 લાખ ખેડર છે. 3 વીઘા (એક એકરથી થોડી વધું) જમીન ધરાવતાં હોય એવા 20 લાખ ખેડૂતો છે. 2001માં 3.53 લાખ હેક્ટર જમીન 6 હજાર જમીનદાર પાસે હતી જે 10 વર્ષ પછી 2010માં 4.74 લાખ હેક્ટર થઈને હવે 2020માં તે વધીને 5.95 લાખ હેક્ટર જમીન 4911 મૂડી પતી પાસે જમીન સરકી ગઈ છે.
ખેડૂત બન્યા ખેત મજૂર
ગુજરાતમાં 55 લાખ ખેડૂતો પાસે કુલ 99 લાખ એકર જમીન છે. જેમાં સૌથી વધારે જમીન નાના ખેડૂતો પાસે છે. વર્ષ 2001ની સરખામણીએ 2022માં ખેડૂતોની સંખ્યામાં 9.3%નો ઘટાડો થયો છે. કૃષિ કામદારોની સંખ્યામાં 9.3% નો વધારો નોંધવામાં આવ્યો હતો. કૃષિ ક્ષેત્રમાં કુલ શ્રમબળમાં 3.6%નો ઘટાડો થયો છે. આમ ખેડૂતો ખેત મજૂર બની રહ્યા છે.
ભારતમાં આઝાદી પછીના બીજા દાયકામાં વર્ષ 1971માં ખેડૂતોની સંખ્યા 62.2 ટકા હતી જે વર્ષ 2011માં ઘટીને 45.1 ટકા થઈ ગઈ છે. 2023માં તં સંખ્યા 40 ટકા થઈ ગઈ હોવાનું અનુમાન છે.
પડતીનું કારણ
પશુપાલન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વર્ષે 1 લાખ દેશી ગાય ઘટી છે. તેથી ગાય અને બળદ આધારિત કૃષિ તંત્ર હતું તે તૂટી ગયું છે. ગુજરાતમાં ગાયોની સરખામણીએ 47 લાખ બળદ ગુમ છે. દેશી ગાયો 2012માં 50 લાખ 32 હજાર હતી તે 7 વર્ષમાં 2019માં ઘટીને 43 લાખ 77 હજાર થઈ ગઈ હતી. 6 લાખ 55 હજાર ગાયો ઘટી ગઈ હતી. વર્ષે 1 લાખ દેશી ગાયો ઓછી થઈ રહી છે. તે હિસાબે 2023માં દેશી ગાયની સંખ્યા 40 લાખ થઈ ગઈ હોઈ શકે છે. ઘણાં ખેડૂતો આવું માને છે.
નવી બજાર વ્યવસ્થા
પ્રો. પ્રદીપ કહે છે કે, ખેતીમાં ઉત્પાદકતા સારી આવે અને અર્થિક રીતે પગભર થવાય એવું મોડેલ વિકસાવવું છે. વચેટીયાઓ ખેતીમાં આવી ગયા છે, તે દૂર કરવા માટે ખેરવા ગામમાં આયોજન કર્યું છે. કારણ કે, ભારતમાં ખેતી એક જ એવો વ્યવસાય છે કે, ખેતીના ઉત્પાદનના ભાવ ઉત્પાદકો નક્કી કરી શકતાં નથી. કિંમત નક્કી કરનારા વચેટીયાઓ છે. તેથી પ્રાકૃતિક ખેતી માટે ગામામાં જ મારા ખેતર પર એક નાનું બજાર તૈયાર કરવું છે, જ્યાં ખેડૂતો પોતાનો પ્રાકૃતિક ખેતીનો માલ લાવે અને પોતે પોતાની ખેત પેદાશનો ભાવ નક્કી કરીને વેચે. વચેટીયા નિકળે અને ખેડૂતને સારા ભાવ મળે. હાલની બજાર વ્યવસ્થા એવી છે કે ખેડૂતને 10 રૂપિયા કિલો ભાવ મળે તે જ માલ અંતિમ ગ્રાહક સુધી પહોંચે ત્યારે રૂ.30થી 40 થઈ જાય છે. હવે જો ખેડૂતો પોતાનો માલ સીધો વેચે તો બેથી ત્રણ ગણા ભાવ મળી શકે. રિલાયંસ કંપની જો ખેતી કરાવતી હોય તો આપણે કેમ ખેતી ન કરી શકીયે.
નવી વેચાણ વ્યવસ્થા માટે સંમેલન કર્યું તેમાં ઘણાં ખેડૂતો તૈયાર થયા છે. શરૂઆતમાં મરીમસાલા બજાર ઉભું કરીને નવી શરૂઆત કરવાના છીએ. એપીએમસીમાં શાકભાજીમાં ઓછા ભાવ મળે છે. તેથી શાકભાજી પણ આ બજારમાં હશે. સહકારી ધોરણે કેટલાંક આયોજન છે. કાંટાળી વાળ, ટપક સિંચાઈ જેવી સરકારી યોજનાઓનો સામૂહિક ખેતી કરીશું.
ખેતીનું ઉત્પાદન ખર્ચ શૂન્ય
કૃષિના અર્થશાસ્ત્રી તરીકે ડો. પ્રદીપ કહે છે કે, ખેતીનું ઉત્પાદન ખર્ચ શુન્ય હોય છે. હવા, પાણી, જમીનના આધારે ખેતી કોઈ પણ જાતના ખર્ચ વગર થાય છે. પણ વધારે ઉત્પાદન લેવા માટે ખેડૂતો વધારાનું ખર્ચ કરે છે. ઉત્પાદન ખર્ચ જીરો છે. વધારે ઉત્પાદન માટે ખર્ચ કરવું પડે છે. પ્રાકૃતિક ખેતીમાં મોટા ભાગે ઉત્પાદન ખર્ચ ઘણું જ ઓછું આવે છે. રસાયણો વાળી ખેતીમાં ઉત્પાદન ખર્ચ વધી જાય છે. જે ખેતીને ભારે નુકસાન કરી રહ્યું છે. તેથી પ્રાકૃતિક ખેતી એજ એક સારો વિકલ્પ છે.
ગાંધીજીના સિદ્ધાંતનો અમલ
ગાંધીજીએ પ્રાકૃતિક ખેતીની વાત કરી હતી. તેના ખ્યાલો સાથે ખેતી આજે પણ થઈ શકે છે. ફ્રાંસમાં જે ઓવોર્ડ મળ્યો હતો તે પણ ગાંધીજીના સિધ્ધાંત આધારિત ખેતી કરવા અંગેનો હતો. રાસાણિક ખેતીમાંથી કઈ રીતે બહાર આવવું તે આ સંશોધનમાં મેં વાત કરી હતી. લોકો હવે ગાંધીજીની વાતને માનવા લાવ્યા છે. લોકો હવે અનેક રોગોથી પીડાય રહ્યાં છે. જેમાંથી તેઓ બહાર આવવા માંગે છે. હ્રહયરોગ, કેન્સર, ડાયાબિટીશમાંથી બહાર નિકળવા માટે લોકો સજાગ બન્યા છે. તેથી પ્રાકૃતિક વસ્તુ તરફ વળ્યા છે. ગાંધીજીને જીવંત રાખવા માટે તેમના ખ્યાલ પર ચાલવું જરૂરી છે. જે મારા ખેતરમાં હું પ્રયોગો કરી રહ્યો છું. તેના આધારે ખેતી મેં શરૂ કરી છે.
મારું ખેતર અને હું
ડો. પ્રદીપ પ્રજાપતી કહે છે કે, મારું 10 વીઘનું ખેતર ખેરવા ગામમાં આવેલું છે. જેમાં હું મિશ્ર પાક લઉ છું. મેં મૂળા વાવ્યા છે તેની ગુણવત્તા શ્રેષ્ઠ અને પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન લીધું હોવા છતાં તેના એપીએમસીમાં ભાવ તો રસાણથી પકવેલા મૂળા જેટલો જ આવે છે. મારા ખેતરમાં મારા જ્ઞાનનો અમલ કરી રહ્યો છું. આબોહવા, ફળદ્રુપતા ધ્યાને લઈને ખેતી કરીશ. મલ્ટી એગ્રિકલ્ચર 5થી 6 પાક લઈ રહ્યો છું. ગાજર, મૂળા, કોથમીર, મેથી વાવી છે. સાથે જામફળ અને બીજા ફળના પાક છે. પણ હવે ગુજરાતના ખેડૂતોને ખેતરમાં કામ કરવું નથી કારણ કે, ખેતીમાં મળતર નથી.
પ્રાયોગિક રીતે દોઢ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી છે. જેમાં સરગવો, જામફળ, લીંબુ, ચીકુ જેવા ફળ છે. આંતર પાકમાં અજમો અને વરિયાળી વાવી છે. જે બીજા પાકને મદદરૂર થાય છે. તેને નાઇટ્રોજન અને ફૉસ્ફરસ જોઈ તે મેથીમાંથી મળે છે તેથી ખેતરમાં મેથી વાવી છે. આ જોવા માટે મારા ખેતર પર ખેડૂતો અને અધિકારીઓ આવે છે.
નિંદામણનો પ્રયોગ
ગુજરાતના ઘણાં ખેડૂતો માને છે કે, ખેતરમાં નિંદામણ નાશક દવા છાંટવામાં આવે છે તે ભારે નુકસાન કરે છે. કારણ કે ખેડૂતો મજૂરી ખર્ચ બચાવવા માટે નિંદામણનો નાશ કરવા કેમિકલ છાંટે છે. તેથી નિંદામણ કે ખડ બળી જાય છે. નિંદામણ નાશક દવા ખેડતની ખાતરની આસપાસના ખેતરોને પારાવાર નુકસાન કરે છે. ગ્લાયફોસેટ એ રસાયણનું નામ છે જે ખેડૂતોને કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું કારણ કહેવાય છે. આ રસાયણ (ગ્લાયફોસેટ) નો ઉપયોગ ખેતરોમાંથી નીંદણ અને નીંદણનો નાશ કરવા માટે થાય છે. તેનું ઉત્પાદન મોન્સેન્ટો નામની કંપની કરે છે. જંતુનાશક કંપનીઓ ખેડૂતોના જીવન અને ખેતીને ઝેર આપી રહી છે ભારતમાં 12 જંતુનાશકો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગણી છે. એક એકરમાં નીંદણ સાફ કરવા માટે મજૂરીનો ખર્ચ 4 થી 5 હજાર રૂપિયા થાય છે. જ્યારે ગ્લાયફોસેટના ઉપયોગથી આ કામ 600 થી 700 રૂપિયામાં થાય છે.
ડો. પ્રદીપ કહે છે કે, મારા ખેતરમાં નિંદામણ મજૂરો દ્વારા કરાવીને તે ખડ ખેતરમાં જ નાંખું છું. નિંદામણને ખાતર કરીકે ઉપયોગ કરું છે.ખેતરમાં દેશી ખાતર, ગૌ મૂત્ર અને આંકડો વાપરું છું. ઉધયના નાશ માટે આંકડાના પાન છોડના થડ પાસે મૂકી દઉં છું તેથી ઉધય નાશ પામે છે. હણ યુરિયા – નાઈટ્રોજન રાસાણિક ખાતરનો ઉપયોગ કરું છું.
સન્માન
અમેરિકાએ પ્રદિપને સન્માન આપ્યું અમદાવાદે નહીં. અમેરિકાની ગ્લોબલ યુનિવર્સિટી ડૉક્ટરેટ માટેની ડીલીટની માનદ પદવી આપી છે. તેમણે 50 જેટલાં નેશનલ અને ઈન્ટરનેશનલ સંશોધન પત્રો પ્રસિદ્ધ કર્યા છે. તેમને ખાનગી સંસ્થાઓ એકેડમીક સલાહકાર તરીકે આમંત્રણ મળ્યા હતા. પણ તેઓ નિવૃત્ત થઈને તેમાં જોડાવાના બદલે ખેડૂત બનીને જાતે ખેતી કરી રહ્યાં છે. સર્જનાત્મક અને સ્વતંત્ર મીઝાજ હોવાથી અર્થશાસ્ત્રી તરીકે સ્વતંત્ર કામ નક્કી કર્યું હતું. જેમાં ખેતી પસંદ કરી છે. તે કહે છે કે, બીજાને ત્યાં નોકરી કરું તો તેના માટે કમાવાનું થાય. હવે પ્રાકૃતિક ખેતી કરીને અને તેના માટે સમાજ પ્રત્યે કામ કરવાનું આયોજન કર્યું છે. હવે સન્માનથી જીવવું છે.
પર્યાવણ, પ્રદૂષણની માનવ જીવન, કૃષિ , ભારતના અર્થતંત્ર પર કેવી અસર પડી અને પડશે તેમાંથી બહાર નિકળવા માટે આંતરરાષ્ટ્રીય રીસર્ચ પેપર પ્રસિદ્ધ કરેલું હતું. સ્પેનમાં આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર સંગઠને પેપરનાના આધારે બેસ્ટ ઈકોનોમી ટીચર અને રિસર્ચ સ્કોરલનો અવોર્ડ આપેલો હતો. જેમાં ગાંધીજીના ખેતીના અને કુદરતી ખેતીના પ્રયોગ અંગે વાત કરી હતી.