Gujarat: રાજકોટ જિલ્લાના જસદણના શિવરાજપુર તાલુકાના ખેડૂત જયંતીભાઈ ઝાપડિયા શિયાળામાં 4 વીઘા જમીનમાં તરૂબૂચની ખેતી કરી છે. તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે. એક એકરે 500 મણ એટલે કે 10,000 કિલો તરબૂચ પકવે છે. અને હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદન 24700 કિલોનું ઉત્પાદન ગણી શકાય છે. 24.7 ટન ઉત્પાદન એક હેક્ટરે કર્યું છે. ઉનાળામાં 30થી 40 ટન પાકતાં હોય છે. જેનો ભાવ કિલોના 5થી 15 સુધી હોય છે. જ્યારે શિયાળામાં પાકેલાં તરબૂતના એક કિલોના રૂ.25નો ભાવ મળ્યો છે.
11 કિલોનું રૂ.275નું તરબૂચ
11 કિલોનું સૌથી મોટું તરબૂચ તેમના ખેતરમાં થયું છે. જે રૂ.275માં વેચાયું હતું. 8થી 9 કિલોના તરબૂચ અનેક થયા હતા. આમ તેમના ખેતરમાં મોટા કદના તરબૂચ મોટા પ્રમાણમાં થયા છે. જે સજીવ કે પ્રાકૃતિક ખેતીના કારણે શક્ય બન્યું છે. જો રસાયણો નાંખ્યા હોત તો આટલું જમ્બો તરબૂત થયું ન હોત. હાઈબ્રિડ તળબૂચની રાસાણીક ખેતી કરીને એક તરબૂચ 3થી 5 કિલો સુધી હોઈ શકે છે.
2 લાખ 50 હજાર ચોખ્ખો નફો
શ્રાવણ મહીનામાં વાવેલા તરબૂચમાં તેઓ 1 લાખ 50 હજારનો ચોખ્ખો નફો કમાયા છે. ત્રણ મહિનાના તરબૂચના પાકમાં જેન્તીભાઈ ફળ પાકો પોતાના ખેતરેથી જ વેચે છે. 4 વીઘામાં 800 મણના ઉત્પાદન સાથે રૂ. 3 લાખનો નફો લીધો છે જેમાં તેમને ખર્ચ માત્ર 20 હજારનું થયું, લાઇટબિલ સાથે 50 હજાર ખર્ચ છે. ચોખ્ખો નફો 2 લાખ 50 હજાર થયો છે. વળી રાસાયણિક ખાતર અને જંતુ નાશક દવાનો રૂ.40 હજારનો ખર્ચ 4 વીઘામાં બચી ગયો છે. લોકોને કેન્સર કરવા માટે ખેડૂત તરીકે મૂક્તિ મેળવી છે તે સૌથી મોટો સામાજિક નફો તેમણે મેળવ્યો છે. ભાવ સારા મળ્યા 500 રૂપિયા 20 કિલોના મળ્યા છે. ખેતર અને ગામમાં તેઓ એક કિલોના રૂ. 25ના ભાવે વેચતા હતા. મીઠાશ સારી હોવાથી તમામ માલ વાડીએથી જ વેચાઈ ગયો હતો. 3 ડિસેમ્બર 2023માં છેલ્લી વીણી તેમની હતી. દિવાળી પહેલા પાક શરૂ થયો હતો.
વાવેતર શ્રાવણમાં વાવેતર કરેલું હતું. જે નવેમ્બરના અંતમાં તમામ પાક લેવાઈ ગયો હતો. 4 વીઘા ખેતરમાં કુલ 800 મણ થયા છે. 600 મણ વેચાણ થયું છે. 4 વીઘામાં રૂ. 3 લાખનું ત્રણ મહિનામાં ઉત્પાદન થયું છે. પાણી, મજૂરી, તમામ ખર્ચ સાથે વીઘે રૂ.10 હજાર ખર્ચ થયો છે. વીઘે રૂ. 70-75 હજારનો નફો થયો છે.
હાઈબ્રીડ તરબૂચની ખેતીમાં કુલ રૂ. 65 હજારનો ખર્ચ થાય છે અને તેની સામે ચોખ્ખો નફો રૂ. 1 લાખ 10 હજાર મળે છે. તેની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં નફો હવે વધી રહ્યો છે. જેનું કારણ ઊંચા ભાવ, ગુણવત્તા અને વધારે ઉત્પાદન હોઈ શકે છે.
દવાનો ખર્ચ નહીં
જંતુ નાશક દવા વાપરતાં ખેડૂતોએ વીઘે ખર્ચ રૂ. 3 હજાર થાય છે. તથા રાસાયણીક ખાતરના એક વીઘે રૂ. 3 હજાર થાય છે. આમ સરેરાશ વીઘે રૂ. 5 હજારનું ખર્ચ રસાયણોનું થાય છે. તે ઘટી જાય છે. જે પહેલાં બે વર્ષે પ્રાકૃતિક ખેતી કરે તો ઓછું ઉત્પાદન મળે તેમાં વળતર મળી જાય છે.
ગુજરાતમાં તરબૂચ
ગુજરાતમાં 4 લાખ 50 હજાર હેક્ટરમાં 83 લાખ ટન ફળ પાકો થાય છે. સરેરાશ 18.50 ટન ફળ એક હેક્ટરે પાકે છે. નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં 1 હજાર ટનથી નીચે તરબૂચ થાય છે. બાકીના આયાત થાય છે. ગુજરાતની 184 નદીઓના પટ પરથી રેતી ઉઠાવી લેવામાં આવી હોવાથી હજારો ટન તરબૂચનું ઉત્પાદન સાવ મફતમાં થતું હતું તે બંધ થઈ ગયું છે.
જયંતિભાઈએ નવેમ્બરના શિયાળે ઉત્પાદન કરી બતાવ્યું છે.
બે વાર પાક
તરબૂચ ગરમીનો પાક છે. શિયાળો ઉતરતાં મકરસંક્રાતિ પછી તરબૂચનું વાવેતર થાય છે. શરૂઆતમાં 50થી 55 દિવસ ગરમી મળવાથી છોડનો વાનસ્પતિક વિકાસ સારો થાય છે. પછી જો ઠંડી પડે તો પણ એના ફળના વિકાસ માટે કંઈ વાંધો આવતો નથી. એ રીતે તરબૂચનો પાક વરસમા બે વાર પણ લઈ શકાય છે. તરબૂચનું વાવેતર ઉનાળુ ઋતુ દરમિયાન કરવામાં આવે છે. ગરમ અને સૂકા હવામાનવાળા વિસ્તારોમાં અન્ય ઋતુમાં પણ વાવેતર થઈ શકે છે.
ભારતમાં ઉત્પાદન
ભારત તરબૂચનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, ઓરિસ્સામાં થાય છે. તાજેતરના કેન્દ્ર સરકારના નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડની વિગતો અનુસાર, ઉત્તર પ્રદેશ 706.65 ટન, આંધ્ર પ્રદેશમાં 628.57 ટન, તમિલનાડુ 315.19 ટન તરબૂચ ઉગાડીને ત્રીજા સ્થાને છે. કર્ણાટક 260.90 ટન તરબૂચનું ઉત્પાદન કરે છે, જ્યારે ઓરિસ્સા 253.54 ટનનું ઉત્પાદન કરે છે. ગુજરાતમાં તરબૂચ આયાત થાય છે. ગુજરાતમાં 1 હજાર ટનથી 350 ટન સુધી ઉત્પાદન હોઈ શકે છે.
ગુણવત્તા
તરબૂચના ફળમાં ભેજ 95.7 %, પ્રોટીન 0.1 %, ચરબી 0.2 %, ખનીજદ્રવ્ય 0.2%, કાર્બોદિતો 3.8 %, કૅલ્શિયમ 0.01 % અને ફૉસ્ફરસ 0.01 % લોહ 0.2 મિગ્રા./100 ગ્રા; કૅરોટિન અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે. તેનો રસ 0.17 % જેટલું સાઇટ્રુલીન ધરાવે છે. તેમાં વિટામિન ‘એ’ અને વિટામિન ‘સી’ ખૂબ ઓછું હોય છે. બીજ યુરિએઝ ઉત્સેચક માટે ખૂબ સારો સ્રોત ગણાય છે.
અમરેલી
અમરેલીના ધારીના બોરડી ગામના ખેડૂત મધુભાઈ સાવલિયાએ એક એકરમાં 40 ટન તરબૂચનું ઉત્પાદન ઉનાળામાં લીધું હતું. 55 એકર જમીનમાં રૂ. 2 કરોડના તરબૂચ તેમણે 2022માં પકવ્યા હતા.
જયંતીભાઈ ઘન જીવામૃત, જીવામૃત, દશપર્ણી, ખાટી છાશ, પંચગવ્ય વગેરે જેવા પ્રાકૃતિક ખાતર અને પ્રાકૃતિક જંતુનાશકોના ઉપયોગથી ખેતી કરે છે. કાકડી, શેરડી, સીતાફળ, મગફળી, ઘઉં, શેરડી, જુવાર પાકો પ્રાકૃતિક ખેતીથી ઉગાડે છે. તરબૂચ અને કાકડીમાં મલ્ચિંગ કરે છે. પ્રાકૃતિક ખેતીને 4 વર્ષ થયા છે. કુલ જમીન 7 વીઘા છે.
નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય
નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા શોધ કરવામા આવી છે. તેથી તરબુચનો 100 ટકા ઉપયોગ થઈ શકે છે. પહેલા 40 ટકા હિસ્સો ફેંકી દેવો પડતો હતો. તરબુચ 90 દિવસમાં હેક્ટરે 30-40 ટન રૂ.65 હજારના ખર્ચમાં તૈયાર થાય છે. 1.10 લાખનો નફો મળે છે. હવે તેમાં રસ, કેન્ડી, જ્યુસ બનાવીને વેંચે તો મબલખ કમાણી થાય તેમ છે.
કેન્ડી
તરબૂચની છાલના ગરમાંથી કેન્ડી બનાવવી છે. તરબૂચની છાલના જેટલાં વજનની ખાંડ નાંખવામાં આવે છે. 0.2 ટકા સાઈટ્રીક એસીડ, 1500 પી.પી.એમ. પોટેશિયમ મેટાબાય સલ્ફેટ ઉમેરવામાં આવે છે. પછી તરબૂચની છાલના ગરના ટુકડા કરીને ચાસણીનું ટી.એસ.એસ. 70 ડીગ્રી થાય ત્યાં સુધી 72 કલાક મૂકી રાખવું. ત્યારબાદ કેન્ડી ધોઈને 60 ડીગ્રી તાપમાને 17 ટકા ભેજ રહે ત્યાં સુધી સુકવીને 400 ગેજની બેગમાં પેક કરી દેવું. 6 મહિના સુધી સામાન્ય તાપમાન 37 સેન્ટીગ્રેડ સુધી જળવાય છે.
પોટેશિયમ પાયરોસ્લ્ફાઇટ એ એક તીક્ષ્ણ ગંધ સાથેનો સફેદ સ્ફટિકીય પાવડર છે. તેનો ઉપયોગ મુખ્યત્વે એન્ટીઓકિસડન્ટ અથવા રાસાયણિક જંતુરહિત તરીકે થાય છે. તે રાસાયણિક રૂપે સોડિયમ મેટાબિસ્લ્ફાઇટ જેવું જ છે, જેની સાથે તેનો ઉપયોગ ક્યારેક કરવામાં આવે છે.
તરબૂચનું નેક્ટર
નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે તરબૂચનું નેક્ટર બનાવવાની નવીન પ્રક્રિયા તૈયાર કરી છે. જેમાં 25 ટકા તરબૂચનો રસ, ખાંડ અને સાઈટ્રીક એસીડ ઉમેરીને તેનું ટી.એસ.એસ. 16 બ્રિક્સ અને 0.3 ટકા એસીડીટી જાળવી રાખ્યા બાદ તેમાં 1 ટકો પેકિટન અને 100 પી.પી.એમ. સોડિયમ બેન્ઝોએટ ઉમેરીને તેને કાચની બોટલમાં ભરી 96 અંશ સેન્ટીગ્રેડ તાપમાને 5 મિનિટ માટે નિર્જીવીકણ કરવાથી સ્વીકાર્ય ગુણવત્તાના માપદંડ 6 મહિના સુધી સામાન્ય તાપમાન 37 અંશ સુધી ટકી રહે છે.
તરબૂચનું જ્યુસ
નવસારી કૃષિ વિશ્વ વિદ્યયાલયે તરબૂચનું જ્યુસ બનાવવાની પદ્ધતિ વિકસાવી છે. તરબૂચના રસનું ટી.એસ.એસ. 10 બ્રિક્સ, એસીડીટી 0.3 ટકા, પેકટીન 1 ટકા, અને સોડીયમ બેન્ઝોએટ 100 પી.પી.એમ. જાળવી રાખી કાચની બોટલમાં ભરીને 96 સેન્ટીગ્રેડ તાપાને 5 મિનિટ માટે નિર્જીવીકરણ કરવાથી સ્વીકાર્ય ગુણવત્તાના માપદંડ 6 મહિના સુધી તે સામાન્ય તાપમાન 37 સેન્ટીગ્રેડ સુધી રહી શકે છે.
તરબુચના રસની કેન્ડી
ગરમીમાં રાહત મળે એવી કેન્ડી બનાવવા માટે 2 કપ તરબુચનો રસ અને અડધી ચમચી ખાંડ નાંખી કુલ્ફી મોલડમાં 8 કલાક ફ્રીઝમાં રાખીને અનમોલડ કરી સર્વ કરાય છે.
મુરબ્બો
તરબૂચની 1.5 કિલો અંદરની સફેદ છાલને છીણી લેવામાં આવે છે. ઉપરની ગ્રીન છાલ કાઢી નાંખવામાં આવે છે. ટૂકડા બ્લાંચ કરો. 1 ઈંચના ટુકડાં કાપી શકાય. પાણીમાં નાંખી ઉકળે એટલે કાઢી લેવી. ટુકડાં નાંખી 1.5 કિલો ખાંડમાં બે કલાક રાખી મૂકવી. તેને ઘીમા તાપે પકાવો. ચાસણીના બે આંગળી વચ્ચે તાર બંધાય એટલે તેમાં ઈલાયચી પાવડર અને જાયફળ નાંખો. 2-3 દિવસ બે વખત હલાવો. ચાસણી ઝાડીને બદલે પાતળી લાગે તો ફરીથી ગરમ કરો. મુરબ્બો તૈયાર થશે. તેમાં જાવિત્રી, વેનીલા એસેન્સ, કેસર નાંખી શકાય છે.
આમ ખેડૂતો તરબૂચ ખેતી અને તેની સાથે ઉત્પાદન મેળવીને બે ઘણો નફો મેળવી શકે છે.
નવું સંશોધન
કૃષિ વિજ્ઞાનીઓએ અનેક પ્રયોગ કરીને શોધી કાઢ્યું છે કે, ફૂગ દ્વારા થતા રોગ રોકવા માટે, બીજને 24થી 36 કલાક પાણીમાં પલાળ્યા પછી, વાવેતર કરતાં સારા અંકુરણમાં આવે છે. પાક 7-10 દિવસ પહેલાં આવે છે. તરબૂચની વાવણી ડિસેમ્બરથી એપ્રિલ સુધી કરી શકાય છે, પરંતુ ફેબ્રુઆરીના મધ્યમાં શ્રેષ્ઠ સમય છે.
85-90 દિવસમાં ફળો પાકી જઈને હેકટર દીઠ 30-40 ટન ઉત્પાદન મળે છે. હાઈબ્રીડ તરબુચની ખેતીમાં રૂ.65 હજારનો ખર્ચ અને 1.10 લાખ કમાણી થાય છે.
જાતિય પરિવર્તન
તરબૂચનું જાતિ પરિવર્તન કરી શકાય છે. નર પુષ્પ શરૂઆતમાં હોય છે. તેનું જાતિ પરિવર્તન કરીને નારી ફૂલ બનાવવાની તકનીક વિકસાવી છે. ઈથેફોન અથવા જીબ્રેલિક એસિડ બે છંટકાવ (બીજાથી ચોથા પાન નીકળે ત્યારે અને બીજો છંટકાવ પાંચમું પાન નિકળે ત્યારે) કરવાથી માદા પુષ્પોનો વધારો કરી અને ઉત્પાદન વધારે મેળવી શકાય છે.
વિસ્તાર
ગુજરાતમાં શક્કરટેટી અને તરબૂચ 7060 હેક્ટર વાવેતર થાય છે. હવે 70% શક્કરટેટી અને 30 ટકા તરબૂચ વાવે છે. બનાસકાંઠા જિલ્લામાં 5 હજાર હેક્ટર વાવેતર થાય છે. જેમાં અડધું તો ડિસામાં જ થાય છે. સાબરકાંઠા હજાર હેક્ટર, જામનગર હજાર હેક્ટર છે. 35 થી 40 ટન શક્કરટેટી અને તરબુચનુ ઉત્પાદન થાય છે.
કામ શક્તિ વધારી ચામડી સુંદર બનાવતાં તરબૂચના બીની ખેતી
ઉનાળો શરૂ થયો છે, હવે તરબૂચ બજારમાં સારી રીતે મળતા થશે. તરબૂચ ખાઈને તેના બી ફેંકી દેવામાં આવે છે. બી ઉપર થયેલા સંશોધન પ્રમાણે તે ખાવાથી શરીરના અનેક ફાયદા થાય છે. ગુજરાતમાં જૈન પરિવાર નિયમિત રીતે તરબૂચ બી ખાય છે. તેની છાલ કાઢીને ખવાય છે. ખેડૂતો આવા બી મેળવીને તેનો સારો ધંધો કરી શકે છે. તરબૂચ ખરાબ થાય તે ઓછા ભાવ આવે ત્યારે તેના બીની સારી કમાણી કરવામાં આવે છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવી છે કે તરબૂચના બીનો ઉપયોગ સ્વાસ્થ્ય વધારવા કરવો, બી કાઢીને તેને સુકવીને ખાવામાં ઉપયોગ કરવો, ખેડૂતો બીનો ધંધો કરી શકે છે.
તરબૂચ એક એવા ફળ છે જે પાણીથી ભરપુર હોય છે. તરબૂચ આપણા શરીરને હાઇડ્રેટ કરવા માટે સારું છે, કારણ કે તેમાં વિટામિન એ, સી અને પોટેશિયમ, જસત, ચરબી અને કેલરી હોય છે. તડબૂચના ફાયદા ફક્ત તેના ફળથી જ નહીં, પણ તેના બીમાં પણ મળે છે. તડબૂચના બીજના ફોતરા ઉખેડી નાંખવા પછી ખાવા.
તડબૂચના બીમાં પોષણ સામગ્રી
100 ગ્રામ તડબૂચ બીજ 600 કેલરી હોય છે. તે રોટલીના 10 ટુકડા જેટલી કેલરી આપે છે. 100 ગ્રામ તરબૂચના બીમાં ચરબીનું પ્રમાણ આપણી દૈનિક ચરબીના 80% જેટલું મળે છે.
1/3 પ્રોટીન હોય છે. સૌથી આવશ્યક પ્રોટીન નિસિન છે. થાઇમિન, નિયાસિન અને ફોલિક જેવા વિટામિન બીનો સારો સ્રોત છે.
100 ગ્રામ તરબૂચના બીજમાં મેગ્નેશિયમ (139%), મેંગેનીઝ (87%), ફોસ્ફર (82%), જસત (74%), આયર્ન (44%), પોટેશિયમ (20%) અને તાંબુ (37%) જેવા ખનિજ હોય છે ) આપણા દૈનિક ખનિજ પૂરું પાડે છે.
આયર્ન, પોટેશિયમ, વિટામિન, ચરબી અને કેલરી ભરપુર હોય છે જે આપણા શરીર માટે મહત્વપૂર્ણ છે.
1. એમિનો એસિડનો પ્રાકૃતિક સ્રોત.
એમિનો એસિડનો પ્રાકૃતિક સ્રોત છે. આર્જિનિન અને લાઇસિન છે. કેલ્શિયમ શોષણ અને કોલેજનની રચના માટે લાઇસિન આવશ્યક છે. મોટી ઉંમરના લોકો માટે તે જરૂરી છે. આર્જિનિનનો ઉપયોગ આપણા ચયાપચય પ્રણાલી અને રક્તવાહિની આરોગ્યને વધારવા માટે થાય છે.
2. મેગ્નેશિયમ બેંક.
100 ગ્રામમાં 139% મેગ્નેશિયમ છે. ચયાપચય, પ્રોટીન સંશ્લેષણને પ્રોત્સાહન આપશે અને આપણા બ્લડ પ્રેશરને સામાન્ય બનાવશે. તદુપરાંત, તેઓ ડાયાબિટીઝ અને હાયપરટેન્શનને નિયંત્રિત કરી શકે છે.
3. જાતીય સ્વાસ્થ્ય.
લાઇકોપીન અને કેટલાક વિટામિન હોય છે. જાતીય હેતુ માટે સારા છે. તડબૂચનાં બીજ પુરુષની પ્રજનન ક્ષમતામાં વધારો કરે છે. પુરુષ માટે, તેમની પ્રજનન ક્ષમતા તેમજ જાતીય ઉત્કટ વધારવા માટે લાઇકોપીન સારું છે. જાતીય દવા જેવું જ કામ કરે છે જે ઉત્થાનને લંબાવે છે. લાઇકોપીન પ્રારંભિક વૃદ્ધત્વથી પણ રોકે છે.
4. ડાયાબિટીસ સામે લડવા માટે
ડાયાબિટીઝના દર્દીઓ તેમની દવાઓના ભાગ રૂપે તડબૂચના બીજનો ઉપયોગ કરી શકે છે. 40-45 મિનિટ સુધી તડબૂચના દાણા ઉકાળીને પી શકાય છે.
5. યાદશક્તિ તીક્ષ્ણ કરે છે
આપણી સ્મૃતિની શક્તિ વધારે છે અને તીવ્ર બને છે.
6. બ્લડ પ્રેશર
આર્જિનિન છે. આપણા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા અને કોરોનરી હ્રદયરોગને મટાડવા માટે આર્જિનિન આવશ્યક છે. તરબૂચના બીજમાં અમીનો એસિડમાં ટ્રિપ્ટોફન, ગ્લુટામેટ એસિડ અને લિસીન શામેલ છે. મેગ્નેશિયમ છે, જે હૃદય માટે આવશ્યક કાર્ય કરે છે.
7. આપણી પાચક સિસ્ટમ અટકાવી રહ્યા છીએ.
સૌથી વધુ વિટામિન બી તરબૂચના બીજમાં જોવા મળે છે તે નિયાસિન છે. આપણી નર્વ સિસ્ટમ, પાચક સિસ્ટમ અને આપણી ત્વચા આરોગ્ય માટે નિયાસિન જરૂરી છે. તડબૂચના બીજમાં બીજા વિટામિન બીમાં ફોલિક, થાઇમિન, રિબોફ્લેવિન, વિટામિન બી 6 અને પેન્ટોફેનેટ એસિડ શામેલ છે.
8 બ્લડ કોલેસ્ટરોલ ઘટાડે
બીમાં ચરબી એ મોનોનસેચ્યુરેટેડ ચરબી, બહુઅસંતૃપ્ત ચરબી અને ચરબી એસિડ ઓમેગા 6. અમેરિકન હાર્ટ એસોસિએશનના આધારે, બંને ચરબી આપણા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકે છે અને એસિડ ચરબી ઓમેગા 6 બ્લડ પ્રેશર ઘટાડી શકે છે.
9 ત્વચા સારી કરી વૃદ્ધત્વ ઓછું કરે છે
ત્વચાને તંદુરસ્ત રાખી વહેલા વૃદ્ધત્વથી બચાવવા માટે તરબૂચનાં બીજમાં લીસિન આપણા શરીરમાં કોલેજનની રચના માટે જરૂરી છે. પ્રોસેસ કરીને બીને તંદુરસ્ત આહારના નાસ્તા તરીકે ઉપયોગ કરી શકે. વાળના વિકાસને પ્રોત્સાહન આપવા માટે કોપર હોય છે. આપણા શરીરને રંગદ્રવ્યની જરૂર છે જે આપણા વાળની સાથે સાથે ત્વચામાં રંગ લાવે છે. હિમોગ્લોબિન ઉત્પન્ન કરી શકે છે. એકવાર તરબૂચનાં બીજ આપણી રોજિંદી જરૂરિયાત માટે 192 માઇક્રો ગ્રામ અથવા 21% કોપર આપે છે. તરબૂચનાં બીજમાં એન્ટીઓકિસડન્ટ અને તેલ હોય છે જે ત્વચાને જુવાન, સ્વસ્થ અને વધુ વાઇબ્રેન્ટ બનાવશે, તેથી તેઓ વહેલા વૃદ્ધત્વથી બચાવે છે. બેબી ઓઇલ માટે આવશ્યક ઘટકો છે. ત્વચાના છિદ્રોમાંથી ખરાબી દૂર કરે છે, ત્વચા સ્વસ્થ અને ખીલ મુક્ત રહેશે. ત્વચાના કેન્સર તેમજ ત્વચાના ચેપથી બચાવવામાં શક્તિશાળી છે