2011ની વસતિ ગણતરી પ્રમાણે 1,81,854 ધાર્મિક સ્થળ હતા. 10 વર્ષમાં 39719 ધાર્મિક સ્થળ વધ્યા છે. ભારતમાં ધાર્મિક સ્થાનોમાં ગુજરાતનો હિસ્સો 6.04 ટકા છે. તેનો મતલબ એ થયો કે ભારતમાં સૌથી વધારે ધાર્મિક સ્થળો ગુજરાતમાં છે. 2011થી 2020 સુધીમાં બીજા 49 હજાર ધાર્મિક સ્થાનો ઉમેરાયેલા છે. આમ 2020માં 2.30 લાખ ધાર્મિક સ્થાનો છે.
ગુજરાતમાં દર વર્ષે 4 હજાર નવા ધાર્મિક સ્થાનો બની રહ્યાં છે. શાળા અને કોલેજનો ભારતમાં ગુજરાતનો હિસ્સો 4.42 ટકા છે. આમ આપણી સંપત્તિ ધાર્મિક સ્થળ તરફ વધી રહી છે. પણ શિક્ષણ આપતાં મકાનો એટલાં વધતાં નથી. તેથી ભિખારી વધી રહ્યાં છે.
22 જૂન 2019માં રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ગ્રાન્ટ અને સુવિધાઓનો લાભ માત્ર હિન્દુ ધર્મસ્થાનોને જ અપાતો હોવાનો આક્ષેપ કરતી જાહેર હિતની અરજીમાં રાજ્ય સરકારે સોગંદનામા દ્વારા રજૂઆત કરી હતી કે અરજીમાં કરાયેલો આક્ષેપ ખોટો છે. અન્ય ધર્મના યાત્રાધામોને પણ સબસિડી, પાણી, વીજળી અને પરિવહન જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
સરકારની રજૂઆત હતી કે બોર્ડ કોઇ એક ધર્મના તીર્થસ્થાનોના વિકાસ માટે કામ કરતું નથી. ગ્રાન્ટ ફાળવવામાં કે સુવિધાઓ આપવામાં કોઇ ધર્મને ધ્યાને લેવાતો નથી પરંતુ જે-તે યાત્રાધામના મહત્વને ધ્યાનમાં લેવામાં આવે છે. તેથી અરજદારે કરેવો આક્ષેપ ખોટો છે. અરજદારની રજૂઆત છે કે ગુજરાતમાં વર્ષ ૧૯૯૫માં પવિત્ર યાત્રાધામ બોર્ડની રચના કરવામાં આવી હતી. આ યાત્રાધામોમાં માળખાકીય સુવિધાઓ, સ્વચ્છતા, સવલતો અને પ્રવાસન વિકસાવવા આ બોર્ડ કામગીરી કરે છે અને ધર્મસ્થાનોને ગ્રાન્ટ આપે છે. શરૃઆતમાં સોમનાથ, દ્વારકા અને અંબાજી સહિતના 6 ધર્મસ્થાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અત્યારે બોર્ડ હેઠળ ગુજરાતના 358 ધર્મસ્થાનો છે. આ પૈકી તમામ ધર્મસ્થાનો હિન્દુ ધર્મના છે, તેથી મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ ધર્મસ્થાનોનો પણ આ બોર્ડ હેઠળ સમાવેશ થવો જોઇએ.

હિંદુ ધર્મ પાછળ ખર્ચ
2024માં પવિત્ર યાત્રાધમ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલે કહ્યું કે, રેકોર્ડબ્રેક કામગીરી કરી રહ્યું છે. રૂ. 595 કરોડના 90 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેમાંથી રૂ. 238 કરોડના 46 પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે, જ્યારે રૂ. 356 કરોડના 44 પ્રોજેક્ટ આયોજન તબક્કામાં છે.
મુખ્ય પ્રોજેક્ટ , પાવાગઢમાં માંચી ચોક, ચાંપાનેર અને વાડા તળાવનું નિર્માણ રૂ. 63 કરોડના કામો પ્રગતિમાં છે. અંબાજી યાત્રાધામ ખાતે માસ્ટર પ્લાનિંગની કામગીરી માટે 12 કરોડના ખર્ચે 100×80 ફૂટની પ્રતિમા સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર, કુંભારિયા જૈન મંદિર, બેરડિયા મહાદેવ મંદિર અને અંબાજી યાત્રાધામની આસપાસના તળાવો અને તેલિયા ડેમના વિકાસ માટે રૂ. 117 કરોડના કામો આયોજન હેઠળ છે.
મંદિરના પુનઃનિર્માણ અને શિખરની ઊંચાઈ 81 ફૂટ સુધી વધારવા માટે રૂ. 70.57 કરોડના વિકાસ કામો થયા છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. દ્વારકાથી બેટ દ્વારકા સુધીમાં રૂ. 158 કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. કચ્છમાં માતા કા મધ્ય યાત્રાધામ ખાતે માસ્ટર પ્લાનિંગ માટે રૂ. 33 કરોડ અને નારાયણ સરોવર યાત્રાધામના માસ્ટર પ્લાનિંગ માટે રૂ. 30.00 કરોડના ખર્ચે આયોજન કરવામાં આવ્યું છે.
રૂ. 44 કરોડના ખર્ચે વિકાસના કામો ચાલી રહ્યા છે. તમામ યાત્રાધામોને સ્વચ્છ, પ્લાસ્ટિક મુક્ત, સ્વચ્છ અને હરિયાળા બનાવવાનું પણ આયોજન છે. પદયાત્રી ગણતરી મશીનો અને પ્રવેશદ્વારોનું નિર્માણ માટે રૂ. 8 કરોડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેમજ દરેક જિલ્લામાં સ્થાનિક મહત્વના ધાર્મિક સ્થળોના વિકાસ માટે 55 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
ગ્રામ્ય કક્ષાના નાના-નાના દેવસ્થાનોના વિકાસ માટે રૂપિયા 37.80 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. . વડોદરા જિલ્લાના 4 તીર્થસ્થાનોના વિકાસ માટે રૂપિયા 7.45 કરોડના કામોને મંજુરી આપવામાં આવી છે. વડોદરા જિલ્લાના આ 4 તીર્થસ્થાનોમાં શિનોર તાલુકાના બરકાલ ખાતે આવેલ શ્રીવ્યાસેશ્વર મહાદેવ, ડભોઈ ખાતે આવેલ શ્રીગઢભવાની માતાજી મંદિર, રાયપુર મુકામે આવેલ શ્રીભાથીજી મંદિર અને પાદરા તાલુકાના ડબકા ખાતે આવેલ શ્રીમહીસાગર માતા મંદિરનો સમાવેશ થાય છે.
મહેસાણા જિલ્લાના 6 તીર્થસ્થાનોના વિકાસ માટે રૂ. 15.66 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. આ તીર્થસ્થાનોમાં ઉંઝા તાલુકાના ઉપેરા ખાતે આવેલ શ્રીઠાકોરજી મંદિર, ઉંઝાના ઉનાવા ખાતે આવેલ શ્રીનીલકંઠેશ્વર મહાદેવ મંદિર, શ્રીહનુમાન મંદિર તથા શ્રીશનિદેવ મંદિર, કડી ખાતે આવેલ શ્રીદશામા મંદિર અને વિસનગર તાલુકાના વાલમ ખાતે આવેલ શ્રીકૃષ્ણ મંદિરનો સમાવેશ થાય છે. બેઠકમાં અમદાવાદા જિલ્લામાં ધોળકા તાલુકાના મોટી બોરુ ખાતે આવેલ શ્રીભેટડિયા ભાણ મંદિરના વિકાસ કામો માટે રૂ. 4.09 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
પાટણ જિલ્લામાં સમી તાલુકાના વુરાણા મુકામે આવેલ શ્રીખોડિયાર માતા મંદિર તથા તળાવ બ્યુટીફિકેશનના કામો માટે રૂપિયા 4.48 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાના કાગવડ ખાતે આવેલ શ્રીખોડલધામ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા 1.64 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના મેઢાસણ ખાતે આવેલ શ્રીરિધ્ધિ-સિધ્ધિ ગણપતિ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા 1.30 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં ચંદ્રાસણ ખાતે આવેલ રાજ્ય સરકાર હસ્તકના શ્રીચંદ્રેશ્વર મહાદેવ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા 47.57 લાખની સૈદ્ધાંતિક મંજુરી અને પાટણ જિલ્લાના ભુતિયાવાસણા ખાતે આવેલ શ્રીભુતેશ્વર મહાદેવ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા 2.70 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ અંબાજી, પાવાગઢ, બહુચરાજી, દ્વારકા, સોમનાથ સહિતના ૮ મંદિરોના દર્શન વર્ચ્યુઅલ રિયાલિટીથી કરવામાં આવી રહ્યા છે.
8 પવિત્ર યાત્રાધામોમાં 24×7 ઉચ્ચ સ્તરીય સ્વચ્છતા જાળવણી માટે, રૂ. 17 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે
,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પવિત્ર યાત્રાધામ માસ્ટર પ્લાનની વ્યાપક સમીક્ષા કરવા ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
8 પવિત્ર યાત્રાધામો, 28 અન્ય મહત્વના યાત્રાધામો અને 358 સરકારી હસ્તકના મંદિરોના વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિ અને ભાવિ યોજનાઓ છે.
રાજ્યના 64 યાત્રાધામોમાં રૂ. 334 કરોડના વિકાસ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે, જેમાં 26 કરોડના કામો સામેલ છે. 1.55 કરોડના ખર્ચે 38 કામો પ્રગતિમાં છે. 177.80 કરોડના કામો વિવિધ તબક્કામાં પ્રગતિમાં છે.
રાજ્યના 8 પવિત્ર યાત્રાધામો, અંબાજી, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી, માતાના મઢ, માધવપુર કૃષ્ણ-રૂકમણી યાત્રાધામો માટે સર્વગ્રાહી વિકાસ માસ્ટર પ્લાનિંગ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, માતૃતર્પણ તીર્થ ક્ષેત્ર સિદ્ધપુર અને અનુસૂચિત જાતિ અને જનજાતિના પવિત્ર આસ્થા-શ્રદ્ધા કેન્દ્રોના સર્વાંગી વિકાસ માટે નાણાકીય વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવામાં આવશે.
અંબાજીમાં 51 શક્તિપીઠોની આસપાસ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ 51 શક્તિપીઠોના ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવશે.
આ સાથે કંથારપુર ઐતિહાસિક વોર્ડના પ્રથમ તબક્કામાં રૂ. 6 કરોડના વિકાસ કામો, માધવપુરમાં મટાણા મારમાં રૂ. 48 કરોડના વિકાસ કામો. આ બેઠકમાં રૂ.32 કરોડના વિકાસ કામોના એકશન પ્લાનની વિસ્તૃત રૂપરેખા પણ આપવામાં આવી હતી. ગુજરાતમાં સૌર ઉર્જાથી તીર્થસ્થાનોને લાઇટિંગ કરીને વીજળીના ખર્ચમાં બચત કરવા માટે લેવામાં આવેલી પહેલો પૈકી 349 ધાર્મિક સ્થળો પર આવી સિસ્ટમ કાર્યરત છે. દર વર્ષે અંદાજે 3 કરોડ રૂપિયાની વીજળીની બચત થાય છે.
રાજ્ય સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને વિવિધ તીર્થસ્થળોની મુલાકાત લેવાનો લાભ મળે તે માટે શરૂ કરાયેલી શ્રવણ તીર્થ દર્શન યોજનાનો 1 લાખ 18 હજાર યાત્રિકોએ લાભ લીધો છે.
70 કરોડ રૂપિયાના ખર્ચે બહુચરાજી માતાજીના મંદિરનો જીર્ણોધ્ધાર કરાશે. બંસીપહાડપુર પથ્થરમાંથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. જમીનની વજન સહન કરવાની ક્ષમતા અંગેના ટેસ્ટીંગ રીપોર્ટના આધારે પાયામાંથી શિખર સુધી 86 ફૂટની ઊંચાઈ રાખવાનો નિર્ણય લેવાયો છે.
વરખડીવાળા સ્થાનને યથા યોગ્ય રાખી તથા વલ્લભભટ્ટનાં મંદિરમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા સિવાય મંદિર નિર્માણ પામશે.
દહેગામ તાલુકાના કથારપુરમાં મહાકાળી મંદિરના વિકાસના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. 9,15,79,989 રુપિયા છે. ટેન્ડર તારીખ 21 જુલાઇ 2023થી 14 ઓગસ્ટ 2023 સાંજે 6 કલાક સુધી ઓનલાઇન રહેશે. ટેન્ડર ઓનલાઇન સબમીશનની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023 છે. ટેન્ડર પ્રીબીડ મીટિંગની તારીખ 27 જુલાઇ 2023ના બપોરે 12 કલાકની રાખવામાં આવી છે. ટેન્ડર ઓનલાઇન ભરવુ ફરજીયાત છે. ટેન્ડર ખોલવાની તારીખ 22 ઓગસ્ટ 2023 છે.