નોટબંધીના અંદાજીત બે વર્ષ બાદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ કહ્યું કે બંધ કરાયેલી જુની 500 અ 1000ની નોટોની ગણતરી પુરી થઈ ગઈ છે. રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 17-18ના એન્યૂઅલ રિપોર્ટમાં કહ્યું કે બંધ કરાયેલી 99.3 ટકા નોટો બેંકોમાં પરત આવી ગઈ છે. નોટબંધીના સમય મૂલ્યના હિસાબથી 500 અને 1000 રૂપિયાના 15.41 લાખ કરોડ રૂપિયાના નોટ ચલણમાં હતા. રિઝર્વ બેન્કની રિપોર્ટમાં કહેવાયું છે કે 15.31 લાખ કરોડ રૂપિયા બેન્કો પાસે આવી ચુક્યા છે. કેન્દ્રીય બેન્કે કહ્યું કે ઉલ્લેખીત બેન્ક નોટો(એસબીએન)ની ગણતરીનું જટીલ કાર્ય સફળતા પૂર્વક પુરું થઈ ગયું છે. રિપોર્ટમાં કહેવાયું કે બેન્કો પાસે આવેલા એસબીએનની ગણતરી હાઈસ્પિડ કરંસી વેરિફિકેશન એન્ડ પ્રોસેસિંગ સિસ્ટમ (સીવીપીએસ)થી કરાઈ છે અને તે પછી તેને નષ્ટ રી દેવાઈ. એસબીએનથી મતલબ છે 500 અને 1000ની બંધ નોટોથી છે. રિઝ્રવ બેન્કો કહ્યું કે એસબીએનની ગણતરીનું કામ થ ગયું છે. કુલ રૂ.15,310,73 અબજ મૂલ્યની એસબીએન બેન્કો પાસે આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર 2016એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 500અને 1000 રૂપિયાની નોટોને ચલણથી હટાવવાની જાહેરાત કરી હતી. નોટબંધી બાદ બેંકોમાં કેટલું નાણું પાછું આવ્યું? તે સવાલના જવબમાં અત્યાર સુધી આરબીઆઈ તરફથી કહેવાતું હતું કે ગણતરી પુરી થઈ ન હતી. આરબીઆઈએ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાના રોકાણ અને નિર્માણમાં ઝડપ સાથે મજબૂતી પણ આવી ગઈ છે. કેન્દ્રીય બેન્કે એવું પણ કહ્યું કે ઉચ્ચ પરિવર્તનશીલતાના માહોલમાં દર વર્ષના આધાર પર મોંઘવારી દરમાં ઘટાડો આવ્યો છે. બેંક પાસે આવેલા આ આંકડાના જાહેર થયા બાદ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મીદ પર નિશાન સાધ્યું છે અને સવાલ કર્યો કે શું તે જુઠ્ઠું બોલવા અંગે માફી માગશે? મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, આરબીઆઈની રિપોર્ટથી ફરી સાબિત થયું છે કે નોટબંધી વ્યાપક સ્તરની મોદી મેડ ડિઝાસ્ટર હતી. ચલણથી બહાર થયેલી 99.30 ટકા નોટો પાછી આવી ગઈ.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.