IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રમાઈ રહી છે.
યશસ્વી ટીમ ઇન્ડિયા માટે સારું પ્રદર્શન કરી શકે છે
યશસ્વી જયસ્વાલે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી બે ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી છે. રોહિત શર્મા સહિત તમામ મોટા ખેલાડીઓ આઉટ થયા બાદ પણ તેણે ઇનિંગ્સને નિયંત્રણમાં રાખી હતી. યશસ્વીએ આ મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 5 ફોરની મદદથી 27 રન બનાવ્યા છે. હાલ લંચ બ્રેક ચાલુ છે.
ભારતે 10 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 34 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 38 બોલમાં 27 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા છે. શુભમન ગિલ 14 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યો છે. ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને એક વિકેટ લીધી હતી. હવે લંચ બ્રેક લેવામાં આવ્યો છે.
યશસ્વી-શુભમન વચ્ચે સારી ભાગીદારી
ટીમ ઈન્ડિયા માટે યશસ્વી અને શુભમન ગિલ સારી બેટિંગ કરી રહ્યા છે. ગિલ 4 રન અને યશસ્વી 18 રન સાથે રમી રહ્યા છે. ભારતે 8 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 25 રન બનાવ્યા છે.