ગુજરાતમાં 80 લાખ બળદોની હત્યા મોદી રાજમાં થઈ
Gujarat:વારાણસીના સંસદસભ્ય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતની આઝાદી પછી દેશમાં ઘણી બ્રાન્ડ્સ બનાવવામાં આવી પરંતુ અમૂલ જેવી કોઈ નથી. 22 ફેબ્રુઆરી 2024માં સવારે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હતો. તેમણે અમૂલના ભરપેટ વખાણ કર્યા અને કહ્યું કે, સહકારની શક્તિ છે. 50 વર્ષ પહેલા વાવેલું વૃક્ષ વિશાળ વટવૃક્ષની ડાળીઓ દેશ-વિદેશમાં ફેલાયેલી છે.
પશુપાલકોની શક્તિનું પ્રતીક બની છે. અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે જનભાગીદારી, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તિકરણ, આધુનિકતાનું એકીકરણ, અમૂલ એટલે આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા, અમૂલ એટલે મોટા સપના, મોટા સંકલ્પો અને મોટી સિદ્ધિઓ.
દુનિયાના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશોમાં ભારત પહેલા નંબરે છે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં દૂધ ઉત્પાદકમાં 60 ટકા વૃદ્ધિ કરી છે. દુનિયાના દેશોમાં ડેરી સેક્ટર માત્ર બે ટકાના દરથી આગળ વધે છે. જ્યારે ભારત 6 ટકા દરથી આગળ વધે છે. 10 લાખ કરોડ ટર્નઓવરવાળી ડેરી છે. દેશમાં ઘઉં, શેરડી, ખાંડ મળીને જેટલું ટર્નઓવર કરે છે એના કરતા વધારે ડેરી સેક્ટરનું ટર્નઓવર છે. વિશ્વની નંબર એક ડેરી અમૂલ બનાવવી છે, તેમ નરેન્દ્ર દામોદરદાસ મોદીએ કહ્યું હતું.
પણ તેમણે અમૂલમાં થયેલાં ભ્રષ્ટાચાર અંગે એક હરફશુદ્ધા ઉચાર્યો ન હતો.
અમૂલમાં થયેલાં ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે તેમણે ક્યારેય આદેશ આપ્યો નથી. અમૂલ બ્રાંડનું નાક દબાવીને રામસિંહ પરમારનું કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષાંતર કરાવ્યું પણ પરમારના સમયમાં થયેલાં ભ્રષ્ટાચારની તપાસ ન કરી. આજે પણ આ તપાસ કરવામાં આવે તો ઘણાં મોટા કૌભાંજો બહાર આવી શકે તેમ છે.
મૂડીવાદી સરકાર હવે સહકારી સંસ્થાઓના સ્થાને દૂધ કંપનીઓ ઊભી કરી રહી છે. વર્ષ 2019 માં 40,000 સભ્યો સાથે સ્થપાયેલી બલિની દૂધ ઉત્પાદક કંપની લિમિટેડે 6 જિલ્લાઓમાં 800 ગામડાઓમાં કામ કરી રહી છે. જેને કેન્દ્ર સરકારે મદદ કરીને અમૂલને ખતમ કરવાનો કારસો રચ્યો છે.ગુજરાતમાં 15900 કે 20 હજાર કરોડ કિલો દૂધ પેદા થાય છે. મોદી ક્યારેય એવું નથી કહેતાં કે 300થી 325 કરોડ ઇંડા ગુજરાતમાં પેદા થાય છે. 50 લાખ બળદ ઓછા છે જેની કતલ થઈ છે.
નકલી ઘી
નકલી સરકારની જેમ જુલાઈ 2020માં 600 ટન વજનનું રૂ. 40 કરોડનું નકલી ઘી પકડાયું હતું. જે રાજસ્થાનથી મહેસાણા દૂધસાગર ડેરીમાં લાવવામાં આવી રહેલા ઘીમાં પામ ઓઇલ મિક્સ કરી અમુલ બ્રાન્ડ સાથે કૌભાંડ કરવાનો કારસો પકડાઈ ગયો હતો. જેની તપાસ મોદીએ રસ લઈને કરાવી નથી. એ જથ્થો પશુઓના નામે વેચીને પ્રજાને ખવડાવી દેવામાં આવ્યો છે.
ખંડણી માંગી
ગેંગસ્ટર રવિ પુજારીએ અમૂલના ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડી. આર. એસ. સોઢી પાસેથી 2016માં આણંદમાં રૂપિયા 25 કરોડની ખંડણી માંગી હતી. જેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા થઈ હતી. પણ પછી આ ધનવાન એમડીની તપાસનું શું થયું તે કોઈ જાણતું નથી. માત્ર બે રાજકિય નેતા અને 8 પોલીસ કર્મીઓ જાણે છે. ભારતના અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને પશ્ચિમ આફ્રિકન દેશ સેનેગલથી ભારત લાવવામાં આવ્યો હતો. પૂજારીને બેંગલુરુ અને મેંગલુરુની પોલીસ લાવી હતી. પણ તેની તપાસ મોદીએ કરાવીને જાહેર કરવું જોઈતું હતું, કે શોઢી પાસે આટલાં પૈસા આવ્યા હોવાની વાત ડોન જાણતો હતો, પણ મોદી જાણતાં હોવા છતાં અજાણ હતા.
450 કરોડનું ચીજ કૌભાંડ
અમૂલમાં રૂ.450 કરોડનું ચીજ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું એપ્રિલ 2018માં બહાર આવ્યું હતું. આ કૌભાંડને પગલે 31મી માર્ચના રોજ ખેડા જિલ્લા સહકારી સંઘના મેનેજિંગ ડિરેક્ટર કે. રત્નમે રાજીનામું ધરી દીધું હતું. તેમાં તપાસ કરવાની સીધી જવાબદારી ગુજરાતની ભાજપની વિજય રૂપાણીની અને કૃષિ પ્રધાન રણછોડ ફળદુ અને સહકાર પ્રધાનની સરકારની હોવા છતાં તેમાં કોઈ તપાસ થઈ નહીં અને જે કૌભાંડ થયું હતું તેના પર પડદો પાડી દેવાયો છે. ભાજપની મોદી અને પટેલની સરકાર કે અમૂલે શું પગલાં ભર્યા તે જાહેર કર્યું નથી.
કેરળની એક કંપની પાસેથી બારોબાર ચીઝની ખરીદી કરવામાં આવી હતી. અમૂલના ઓડિટ રિપોર્ટમાં એવું સ્પષ્ટ કહેવાયું છે કે હિસાબ બરાબર છે. તેમાં કોઈ ગોટાળા થયા નથી.
800 કરોડના કામો
2012થી 2016 સુધીના પાંચ વર્ષમાં રૂ.800 કરોડના ડેરીના કામ સરકારની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર થયા હતા. 2012માં ખેડા જિલ્લા સહકારી સંઘમાં ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. એ વખતે ચેરમેન પદ પર રામસિંહ પરમાર હતા. 2014માં કે. રત્નમ મેનેજિંગ ડિરેક્ટર બનતા કૌભાંડ શરુ થયું હતું.
ડિરેક્ટર તરીકે તેમની વરણી જ ખોટી રીતે થઈ હતી.
મોદી વડાપ્રધાન બન્યા તે વર્ષે કે. રત્નમની 2014માં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ હતી. મંજૂરી વગર થયેલા કામ અંગે 2012 થી 2016 સુધીના ઓડિટ રિપોર્ટમાં સ્ફોટક વિગતો જાહેર થઈ હોવા છતાં તેમની સામે કોઈ જ પગલાં ત્યારે પણ ભરાયા ન હતા અને 2024માં પણ ભરાયા નથી. એ વખતે ચેરમેન પદ પર રામસિંહ પરમાર હતા.
2014માં કે. રત્નમ મેનેજિંગ ડિરેક્ટર બનતા કૌભાંડ શરૂ થયું હતું. રત્નમે ડેરી નજીક જ રૂ.7થી 8 કરોડનો બંગલો બનાવ્યો છે.
અંદાજે 8700 મેટ્રિક ટન ચીઝની ખરીદી કરવામાં આવી હતી. અમૂલ પાસે શ્રેષ્ઠ ચીજ બનાવવાનો પોતાનો 1200 મેટ્રિક ટનનો પ્લાન્ટ છે.
અમૂલ ચોકલેટ કૌભાંડ
મોગર ખાતે અગાઉથી ચોકલેટનો પ્લાન્ટ હતો. પરંતુ ખેડા જિલ્લા સહકારી સંઘના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ચોકલેટ પ્લાન્ટના નવીનીકરણ માટે રૂ. 50 કરોડ મંજૂર કર્યા હતા. જેનું કામ 2016માં શરૂ થયું હતું. કહેવાય છે કે આ પ્લાન્ટ પર અત્યારસુધીમાં 185 કરોડ રૂપિયા ખર્ચ થઈ ચૂક્યો હોવા છતાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કોઈ મંજૂરી પણ લેવામાં આવી નથી. અમૂલ ડેરીનાં ચેરમેન અને ભાજપના ત્તકાલિન ધારાસભ્ય રામસિંહ પરમારે તે સમયે ભ્રષ્ટાચારનાં આરોપોને ફગાવી દીધા હતા. મોદીએ પ્લાંટનું ખાત મૂહુર્ત કર્યું હતું.
લૂંટ
મુંબઈ મોકલાઈ રહેલો અમૂલ ઘીનો 21 હજાર કિલો રૂ.1.11 કરોડનો જંગી જથ્થો અમદાવાદના અસલાલી પાસે લૂંટી લેવાયો હતો.
ફેટ કોભાંડ
રાજકોટમાં નમૂના ચકાસતા અમુલ ડાયમન્ડમાં દર્શાવાયેલા 7 ફેટની સામે ફેટ નિકળ્યા હતા. અમુલ ગોલ્ડમાં 6 ફેટ હોવા જોઈએ પણ 5.2 ફેટ નિકળ્યા હતા.
રાજકીય કબજો
શું છે અમૂલનો ઇતિહાસ? 72 વર્ષ પહેલા આણંદ જિલ્લાના ત્રિભુવન કશીભાઈ પટેલે અમૂલનો પાયો નાંખ્યો હતો. એ વખતે તેમનો ઉદ્દેશ ખેડૂતોના હિતનો હતો. હવે રાજકારણીઓએ અમૂલનો કબજો લઈ લીધો છે. જે રીતે છેલ્લાં 22 વર્ષથી ગુજરાતમાં રાજકીય નેતાઓએ સહકારી ક્ષેત્ર કબજે કરી લીધું છે ત્યારથી કૌભાંડ ડેરીમાં થઈ રહ્યાં છે. એક જ ડેરી નહીં તમામ ડેરીમાં આવા કૌભાંડો બહાર આવ્યા છે. તેમ છતાં રાજ્ય સરકાર એટલા માટે પગલાં ભરતી નથી કારણ કે તેમાં ભાજપના જ નેતાઓ સંડોવાયેલાં છે.
દૂધના સફેદ ધંધામાં પર કાળા ડાઘ આ રાજનેતાઓએ લગાવી દીધો છે. સહકારી ક્ષેત્ર હવે રાજકીય અખાડો બની ગયો છે. 95 ટકા સહકારી સંસ્થાઓ પર ભાજપના કાર્યકરો અને નેતાઓનો કબજો આવી ગયો છે. જે એક દિવસ સહકારી ક્ષેત્રને ડૂબાડી દેશે. 26 જૂલાઈ 2019માં અમૂલની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ આ બંન્નેનું પારદર્શી ગઠબંધન થઈ ગયું. જ્યાં ચેરમેન ભાજપના અને વાઈસ ચેરમેન કોંગ્રેસના હતા.
2300 ગામનું ગૌચર કંપનીઓને વેચી નાંખવામાં આવ્યું છે.
પશુ ઘટ્યા દૂધ વધ્યું
10 વર્ષમાં દૂધનું ઉત્પાદન 60 ટકા વધ્યું હોવાનું વડાપ્રધાન કહે છે પણ પશુઓની વસ્તી તો ઘટી છે. ભારતમાં 2013-14માં 137 મિલિયન ટન હતું અને વપરાશ 300 ગ્રામ હતો. જે 9 વર્ષમાં વધીને 2022-23માં 200 મિલિયન ટન અને માથાદીઠ સરેરાશ 442 ગ્રામ 2022માં થઈ ગયો હતો.આટલું દૂધ આવે છે ક્યાંથી? કોણ નકલી દૂધ આપી રહ્યું છે તેની સપાસ તો કરો.
મોદી રાજમાં ગાયની ભૃણ હત્યા
સેક્સ શોર્ટેડ વીર્ય – લીંગ નિર્ધારિત વિર્યનો ઉપયોગ કરીને માત્ર ગાય જ પેદા કરવામાં આવી રહી છે.
2025-26માં વર્ષે 400 મિલિયન ટન દૂધ માત્ર ગાયોને જ જન્માવીને આપવામાં આવશે. હાલ વર્ષે 1 લાખ ગાયોમાં આ ટેકનોલોજી દ્વારા માત્ર વાછરડીઓને જ જન્મ આપવામાં આવી રહ્યો છે. ગૌ વંશ ખતમ કરવાનો મોટો જશ મોદીને મળી રહ્યો છે. જે અટકાવવાના બદલે વધારી રહ્યાં છે. ગુજરાતને ગૌ વંશ અટકાવવા રૂ. 19 કરોડ વર્ષે આવે છે.
17 રાજ્યોમાંથી 11માં ક્રમે ગાય છે. 96 લાખ બળદ કે સાંઢની વસતી હાલ જન્મે છે, તે 5 વર્ષ પછી જન્મતા બંધ થઈ જશે. હાલ વર્ષે 1 લાખ બળદોને જન્મતા રોકવામાં આવી રહ્યાં છે. બળદ કે વાછરડાઓની ભૃણ હત્યા હાલ થઈ જાય છે.
બળદોની હત્યા
ગુજરાતમાં 96 લાખ ગાયો છે. તેની સામે 1 કરોડ બળદ કે સાંઢ હોવા જોઈએ. વાછરડાઓનો જન્મદર વધારે હોય છે. 96 લાખ ગાયોની સામે માંડ 16-17 લાખ બળદ કે સાંઢ ગુજરાતમાં છે. 80 લાખ વાછરડા ઓછા છે. જેની હત્યા થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે.