કિડની સર્જરીના કારણે ત્રણ મહિના સુધી કામકાજથી દૂર રહ્યા બાદ અરૂણ જેટલીએ ફરી એક વખત નાણાં પ્રધાન તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. તેમની ગેરહાજરીમાં નાણાં મંત્રાલયની જવાબદારી પીયૂષ ગોયલને સોંપવામાં આવ્યો હતો. એક અધિક્રુત નિવેદનમાં કહ્યુ હતુ કે વડાપ્રધાનની સલાહ પર ભારતના રાષ્ટ્રપતિએ નાણાં મંત્રાલય અને કંપની મામલાઓનુ મંત્રાલય અરૂણ જેટલીને સોંપવાનો નિર્દેશ આપ્યો છે. અરૂણ જેટલી એવા સમયે પુનરાગમન કરી રહ્યા છે કે જ્યારે ભારતીય રૂપિયાની સ્થિતિ અમેરિકનડોલર સામે એતિહાસિક તળિયે છે અને સરકાર તેનો ઉકેલ લાવવાના માર્ગો શોધી રહી છે.જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ વેપાર નીતિમાં કડકાઇ,ઇરાન પર પ્રતિબંધ જેવા મામલાઓના કારણે ભારતીય અર્થવ્યવસ્થા સામે અનેક પડકારો ઉભા થયેલા છે. અરૂણ જેટલી માટે ખુશખબરી એ છે કે તેમના પુનરાગમન પહેલા જ વિદેશોમાં ભારતીયોના જમા કાળા નાણાંમાં ઘટાડાના અહેવાલ આવ્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે કિડની સર્જરી બાદ અરૂણ જેટલી સાર્વજનિક જીવનથી દૂર રહ્યા હતા. આ સમય ગાળા દરમિયાન પ્રથમ વખત સંસદના ચોમાસુ સત્રમાં રાજયસભાના ઉપસભાપતિની ચૂંટણી દરમિયાન ગ્રુહમાં નજર આવ્યા હતા. જેમાં એનડીએના ઉમેદવાર હરિવંશની જીત થઇ હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે 14 મેના રોજ દિલ્હી સ્થિત એમ્સમાં અરૂણ જેટલીના કિડની ટ્રાંસપ્લાંટ બાદ ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી હતી. ડોક્ટર એ સુનિશ્ચિત કરવા ઇચ્છતા હતા કે જેટલીને કોઇ પણ પ્રકારના ઇન્ફેક્શનથી બચાવવા માટે લોકોના સંપર્ક્થી દૂર રાખવામાં આવે.જેથી આ સમયગાળા દરમ્યાન તેઓ કોઇની સાથે વાતચીત પણ કરતા ના હતા. એટલુ જ નહીં ઉપસભાપતિની ચૂંટણી વખતે રાજ્યસભામાં જ્યારે વડાપ્રધાન મોદીએ તેમની સાથે હાથ મિલાવવાના પ્રયાસ કર્યા ત્યારે પણ તેમણે હાથ મિલાવ્યો ના હતો. ડોક્ટરોએ થોડા સમય માટે તેમને કોઇને વધારે અડવાની પણ મનાઇ ફરમાવી હતી. જેથી ઇન્ફેક્શન ના ફેલાય.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.