Lok Sabha Elections 2024: ગુજરાતની ભરૂચ બેઠકને લઈને AAP અને કોંગ્રેસ વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન ભરૂચ જિલ્લા કોંગ્રેસે પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસે પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને કહ્યું છે કે આ બેઠક AAPને ન આપવી જોઈએ. પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે જો આ સીટ AAPને આપવામાં આવશે તો કોંગ્રેસના કાર્યકરો ગઠબંધન માટે કામ નહીં કરે. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.

મુમતાઝ પટેલ ખુલ્લેઆમ AAP ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે અને વિસ્તારમાં સતત પ્રચાર કરી રહ્યા છે.
