Dollar Vs Rupee: ભારતીય ચલણ આજે સવારના વેપારમાં ડૉલર સામે 6 પૈસાના વધારા સાથે ખુલ્યું. MPCની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત બાદ રૂપિયાએ મર્યાદિત રેન્જમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આજે ડોલર સામે રૂપિયો સપાટ બંધ રહ્યો છે. શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર..
આજે RBI ગવર્નર શક્તિકાંત દાસે ત્રણ દિવસીય નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી છે. આ વખતે પણ રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે રેપો રેટ 6.5 ટકા પર સ્થિર છે.RBI ગવર્નરના નિર્ણયોની જાહેરાત બાદ તેની અસર શેરબજાર અને ભારતીય ચલણ પર જોવા મળી રહી છે.
આજે ડોલર સામે રૂપિયો મર્યાદિત રેન્જમાં બંધ થયો છે . તમને જણાવી દઈએ કે રૂપિયો પ્રતિ ડૉલર 82.96 પર બંધ થયો છે. બુધવારના ટ્રેડિંગ સેશનમાં રૂપિયો પ્રતિ ડૉલર 82.96 ના સ્તર પર બંધ થયો હતો.
રિઝર્વ બેંકે ફુગાવા પર નજીકથી નજર રાખવા માટે સતત છઠ્ઠી વખત ચાવીરૂપ નીતિ દર યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો.ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે રેલુ ઈક્વિટીમાં નકારાત્મક વલણથી રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થઈ છે.
ડોલર અને રૂપિયા વચ્ચે વેપાર
ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ અનુસાર , આજે ડોલર સામે રૂપિયો 82.94 પર ખુલ્યો હતો અને તે પછી તે 82.96 પર પહોંચ્યો હતો. આજે દિવસ દરમિયાન રૂપિયો અમેરિકી ડોલર સામે 82.89ની ઊંચી અને 83ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.
બુધવારના કારોબારી સત્રમાં ડોલર સામે રૂપિયો 9 પૈસા મજબૂત થયો અને 82.96 ના સ્તર પર બંધ થયો.
ડૉલર ઇન્ડેક્સની સ્થિતિ શું છે?
વિશ્વની મુખ્ય કરન્સી સામે યુએસ ચલણની મજબૂતાઈ દર્શાવતો ડોલર ઈન્ડેક્સ 0.03 ટકા વધીને 104.08 થયો છે. કાચા તેલમાં આજે ફરી વધારો જોવા મળી રહ્યો છે અને તે 0.26 ટકા વધીને $79.34 પ્રતિ બેરલ પર છે.
ભારતીય શેરબજારમાં કેવો રહ્યો કારોબાર?
આજે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 723.57 પોઈન્ટ અથવા 1 ટકાના ઘટાડા સાથે 71,428.43 પર બંધ રહ્યો હતો. NSE નિફ્ટી 212.55 પોઈન્ટ અથવા 0.97 ટકા ઘટીને 21,717.95 પર આવી ગયો. FIIએ બુધવારે શેરબજારમાં રૂ. 21,691.02 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.