RBI: RBI દ્વારા નવી નાણાકીય નીતિમાં રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા નવી નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે અને રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. MPCના 6માંથી 5 સભ્યો રેપો રેટ બદલવાની તરફેણમાં ન હતા. આ છઠ્ઠી વખત છે. જ્યારે RBIની MPC કમિટીની બેઠકમાં રેપો રેટ જેવો જ રાખવામાં આવ્યો છે.
વ્યાજ દરોની સમીક્ષા કરવા માટે RBI MPCની બેઠક 6 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ હતી. અગાઉ ડિસેમ્બર 2023માં પણ RBI MPCએ રેપો રેટ 6.5 ટકા પર જાળવી રાખ્યો હતો.