Hemant Soren Arrested: હેમંત સોરેનની ધરપકડ બાદ ઝારખંડમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. જેએમએમ-કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્યની બહાર ખસેડવાની તૈયારીઓ ચાલી રહી છે.
હેમંત સોરેન હોટવાર જેલમાં જશે
હેમંત સોરેનને હોટવાર જેલમાં મોકલવામાં આવી રહ્યો છે, તેમને ત્યાં અપર ડિવિઝન સેલમાં રાખવામાં આવશે.
હેમંત સોરેન રિમાન્ડઃ આવતીકાલે પણ સુનાવણી હાથ ધરાશે
એડવોકેટ મનીષ સિંહે કહ્યું કે હેમંત સોરેનને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ હુકમ અનામત રાખવામાં આવ્યો છે અને આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
હેમંત સોરેન એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં
કોર્ટે હેમંત સોરેનને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. EDએ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આ માંગ પર આવતીકાલે પણ કોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે.
ઝારખંડ રાજકીય સંકટ: આ નેતાઓ રાજભવન જશે
ચંપાઈ સોરેન સાથે પાંચ ધારાસભ્યોનું પ્રતિનિધિમંડળ રાજભવન જઈ રહ્યું છે. ઝારખંડ વિકાસ મોરચા (JVM)ના પ્રદીપ યાદવ પણ તેમની સાથે હશે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે પરંતુ ટેકનિકલી રીતે તેઓ હજુ પણ JVMમાંથી જ છે. કોંગ્રેસના આલમગીર આલમ, આરજેડીના સત્યાનંદ ભોક્તા અને સીપીઆઈએમએલના વિનોદ સિંહ રાજભવન જશે.