કેન્દ્ર સરકારના નોટબંદીના નિર્ણયને આજે એક મહિનો થઇ ગયો છે અને આ દરમિયાન અનેક બદલાવ આવ્યા હતા. આજે મળતી વિગતો પ્રમાણે ૧૦ ડિસેમ્બર થી ૫૦૦ની જૂની નોટો હવે કેટલીક જગ્યા એ નહીં ચાલે. જેમાં બસ, ટ્રેન અને મેટ્રોમાં પરમ દિવસથી રૂ.૫૦૦ની જૂની નોટ નહીં ચાલે. નોટબંદી બાદ કેટલાક સ્થળો પર જૂની નોટો ચાલવાનો મહત્વપૂર્ણ નિર્ણય પણ આવ્યો હતો. જેમાં ટ્રેન, બસ, હોસ્પિટલ, પેટ્રોલ પમ્પ વગેરે જેવા સ્થળોનો ઉલ્લેખ હતો.
આજે આવેલા સમાચાર બાદ હવે બસ, ટ્રેન અને મેટ્રોમાં રૂ.૫૦૦ની જૂની નોટ પરમ દિવસથી બંદ થઇ જશે. જો કે દૂધની સરકારી દુકાનો સહીત અન્ય કેટલીક જગ્યાઓ પર રૂ.૫૦૦ની જૂની નોટો હજી ચલણમાં રહેશે.