BUSINESS: મીશોના બજાર હિસ્સાની વૃદ્ધિ મુખ્યત્વે મધ્ય-સ્તર (ટાયર-2) અને નાના શહેરો પરના તેના ધ્યાનને આભારી હતી. આ સિવાય મીશોને ઝીરો કમિશન મોડલના કારણે પણ મદદ મળી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે મીશો પર લગભગ 80 ટકા વિક્રેતાઓ છૂટક દુકાનના માલિકો છે અને પ્લેટફોર્મ પરના લગભગ 95 ટકા ઉત્પાદનો નોન-બ્રાન્ડેડ છે.
વોલમાર્ટ ગ્રૂપની કંપની ફ્લિપકાર્ટ 48 ટકા માર્કેટ શેર સાથે ઈ-કોમર્સ સેગમેન્ટમાં પ્રભુત્વ જાળવી રાખે છે.
બીજી તરફ, SoftBank સમર્થિત Meesho સૌથી ઝડપથી વિકસતા ઈ-કોમર્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. અલાયન્સ બર્નસ્ટીન દ્વારા તાજેતરના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં યુઝર બેઝના સંદર્ભમાં મીશો એ સૌથી ઝડપથી વિકસતું ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે. રિપોર્ટ અનુસાર, ફ્લિપકાર્ટનો યુઝર બેઝ વાર્ષિક ધોરણે 21 ટકા વધ્યો છે, જ્યારે મીશોનો ગ્રોથ રેટ 32 ટકા અને એમેઝોનનો ગ્રોથ રેટ 13 ટકા હતો.
Flipkart નાણાકીય વર્ષ 2022-23માં 48 ટકા હિસ્સા સાથે માર્કેટ લીડર હતી.
ફ્લિપકાર્ટ માટે મોબાઈલ અને એપેરલ સૌથી મોટી કેટેગરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓનલાઈન સ્માર્ટફોન અને ઓનલાઈન ફેશન માર્કેટમાં ફ્લિપકાર્ટનો હિસ્સો અનુક્રમે 48 ટકા અને 60 ટકા હોવાનો અંદાજ છે.
મીશોના બજાર હિસ્સાની વૃદ્ધિ મુખ્યત્વે મધ્ય-સ્તર (ટાયર-2) અને નાના શહેરો પરના તેના ધ્યાનને આભારી હતી.
આ સિવાય મીશોને ઝીરો કમિશન મોડલના કારણે પણ મદદ મળી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે મીશો પર લગભગ 80 ટકા વિક્રેતાઓ છૂટક દુકાનના માલિકો છે અને પ્લેટફોર્મ પરના લગભગ 95 ટકા ઉત્પાદનો નોન-બ્રાન્ડેડ છે.