Business: EPFO દ્વારા જારી કરાયેલા સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે જન્મતારીખ અપડેટ કરવા માટે આધારનો ઉપયોગ કરી શકાતો નથી. EPFOએ આ પગલું UIDAI તરફથી પત્ર મળ્યા બાદ ઉઠાવ્યું છે.
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જન્મ તારીખ અપડેટ કરવા માટે સ્વીકાર્ય દસ્તાવેજોની યાદીમાંથી આધારને હટાવી દેવામાં આવ્યો છે. એટલે કે હવે EPF ખાતામાં જન્મ તારીખ અપડેટ કરવા માટે આધાર સ્વીકારવામાં આવશે નહીં. આ અંગે EPFO દ્વારા એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.
EPFO દ્વારા 16 જાન્યુઆરી, 2024ના રોજ જારી કરાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આધાર જારી કરનાર સરકારી એજન્સી UIDAI તરફથી એક પત્ર મળ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે જન્મતારીખના પ્રમાણપત્ર તરીકે સ્વીકૃત દસ્તાવેજોની યાદીમાંથી આધારને હટાવી દેવો જોઈએ. તેના EPFOએ જન્મતારીખના પુરાવા તરીકે સ્વીકૃત દસ્તાવેજોની યાદીમાંથી આધારનું નામ હટાવી દીધું છે.
EPFO માં જન્મ તારીખ અપડેટ માટે માન્ય દસ્તાવેજો
ઓગસ્ટ 2023માં EPFO દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, નીચે આપેલા દસ્તાવેજોનો ઉપયોગ જન્મ તારીખ અપડેટ કરવા માટે કરી શકાય છે.
જન્મ પ્રમાણપત્ર
10મી માર્કશીટ
પાસપોર્ટ
પાન કાર્ડ
કેન્દ્રીય અને રાજ્ય પેન્શન ચુકવણી ઓર્ડર
સરનામાનો પુરાવો
જો જન્મતારીખના પુરાવા માટે કોઈ દસ્તાવેજ ન હોય તો, સભ્યની તબીબી તપાસ પછી સિવિલ સર્જન દ્વારા જારી કરાયેલ તબીબી પ્રમાણપત્ર પણ જન્મ તારીખ અપડેટ માટે આપી શકાય છે.
UIDAIએ આધાર વિશે શું કહ્યું?
UIDAIએ કહ્યું કે આધારનો ઉપયોગ ઓળખ અને સરનામાના પ્રમાણપત્ર તરીકે કરી શકાય છે. પરંતુ તેનો જન્મ પ્રમાણપત્રની તારીખ તરીકે ઉપયોગ કરી શકાતો નથી. તમને જણાવી દઈએ કે, આધાર એ 12 નંબરવાળું યુનિક આઈડી કાર્ડ છે. તેનો સમગ્ર દેશમાં ઓળખના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય છે. આધાર કાર્ડ બનાવતી વખતે, આધાર ધારક દ્વારા પ્રદાન કરવામાં આવેલ દસ્તાવેજોનો ઉપયોગ જન્મ તારીખનો ઉલ્લેખ કરવા માટે કરવામાં આવે છે.