કોમોડિટી માર્કેટમાં મથાળેથી તલમાં રોજ રોજ ૨૦-૨૫ રૂપિયા ઘટી રહ્યા છે. આજે પણ મણે રૂ. ૨૫ ઘટયા હતા. વાયદો સારો હોવાથી ચણામાં ક્વિન્ટલે રૂપિયા ૫૦નો વધારો થયો હતો. તેમજ ચણાદાળમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો હતો. લૂઝ પામોલીનના ભાવમાં પણ ભાવ ઘટાડો થતા કન્ઝયુમર પામોલીનમાં ડબે રૂપિયા ૧૦ ઘટયું હતું. ખાદ્ય તેલ બજારમાં લૂઝ સિંગતેલમાં રૂ. ૮૧૫-૮૨૦ના ભાવે પાંચ થી સાત ટેન્કરના કામ થયા હતા. ગોંડલમાં ભાવ રૂ. ૮૨૦ હતો. પણ કોઈ લેવાલ ન હતું. કપાસિયા વોશ પાંચ રૂપિયા ઢીલું હતુ. અને રૂ. ૭૪૦-૭૪૩ના ભાવે ૩૦ ટેન્કરના વેપાર થયા હતા. લૂઝ પામોલીન પણ ૭ રૂપિયા નીચંુ હતંુ. અને રૂ. ૬૮૩-૬૮૫ના ભાવે વેપાર થયા હતા. સોયાબીનમાં પણ ર રૂપિયા નીચે ૭૩૩-૭૩૫ના ભાવે વેપાર થયા હતા. રાજકોટમાં મિલપહોંચ જાડી મગફળીના ભાવ રૂ.૨૦ વધીને ભાવ રૂ.૭૭૦-૭૮૦ થયા હતા. જયારે ઝીણી મગફળીમાં ભાવ ૮૧૦-૮૨૦એ ટકેલા રહ્યા હતા. રાજકોટમાં સી ગ્રેડ ખાંડનો ભાવ રૂ.૩,૫૪૦થી ૩,૬૦૦ અને ડી ગ્રેડનો ભાવ રૂ.૩,૪૪૦થી ૩,૫૦૦ એ ટકેલો હતો. સિંગખોળમાં ભાવ રૂ. ૨૦ હજાર સુધી, કપાસિયા ખોળમાં ૫૦ કિલો પેકિંગમાં રૂ. ૯૫૦થી ૧,૨૨૦ ભાવે ટકી રહયો હતો.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.